Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ

પોરબંદર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોરબંદર ખાતે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી તથા આ તિરંગા યાત્રામાં પોતે સહભાગી થઈ પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતાં હું મારી જાતને ધન્ય ગણું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સમગ્ર દુનિયામાં આન બાન અને સાન પ્રતિષ્ઠા ઉભી કરી છે. આપણા સૌમાં દેશભાવના પ્રગટાવી છે. હર ઘર તિરંગા ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે દેશ માટે ૭૫ વર્ષમાં જેણે દેશ માટે બલિદાન આપ્યા તેને યાદ કરીએ છીએ અને આવતા વર્ષોમાં આપણે દેશ માટે શુ કરી શકીએ કેવી રીતે કરી શકીએ તેના માટેનો અમૃત કાળની ઉજવણી કરીએ છીએ આપણે રાષ્ટ્રીય તહેવારમાં આ ઉત્સવમાં કેમ ભાગ લેવો ઘણા વર્ષો સુધી આ ફ્કત સરકારી કાર્યક્રમ રહ્યો હતો.ત્યારે આજે આખા દેશમાં રાષ્ટ્ર પ્રેમ ઉજાગર થયો છે. વિકાસની યાત્રામાં આપણે સૌ સહભાગી થયા છીએ. આ આઝાદી કા અમુત ઉત્સવમાં ઉજવણીમાં ઘર ઘર તિરંગા અભિયાન સાથે ઉજવવામાં આવી રહી છે. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ. મુખ્યમંત્રીએ તેમની પોરબંદરની મુલાકાત દરમ્યાન કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા હતા.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *