Gujarat

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી ચંદ્રિકાબહેન અને ઉર્મિલાબહેન સુયાણીએ સગર્ભા બહેનોની સમયાંતરે તપાસ તેમજ આરોગ્ય પ્રત્યે કાળજી બદલ સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો

નારી વંદન ઉત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા બહેનોને પોષણક્ષમ આહારની કીટનું વિતરણ કરાયું
 ગિરગઢડા
 ભરત ગંગદેવ
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત ‘બેટી બચાવો બેટી પઢાવો’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા બહેનોને પોષણક્ષમ આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પોષણક્ષમ આહાર મેળવનાર લાભાર્થી ચંદ્રિકાબહેન પ્રદિપભાઈ સુયાણી અને ઉર્મિલાબહેન પ્રદિપભાઈ સુયાણીએ સગર્ભા અને ધાત્રીમાતાઓની સમયાંતરે તપાસ તેમજ આરોગ્ય પ્રત્યે કાળજી બદલ સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ઉપરાંત મધર્સ મીટ (સુપોષણ સંવાદ) હેઠળ સ્તનપાન દરમિયાન બાળકની યોગ્ય સ્થિતિ વિશે સમજ અને સામાન્ય સમસ્યાઓનું નિરાકરણ આવે તે રીતે સમજ આપવામાં આવે છે અને બાળકમાં આરોગ્યનું ધ્યાન રાખી કુપોષણ ન થાય તે અંગે માહિતીથી મદદ મળી રહે છે તેવું કહેતાં ચંદ્રિકાબહેન જણાવે છે કે, સગર્ભા અને ધાત્રી માતાઓ તથા તેમના નવજાત શિશુઓના આરોગ્ય અને પોષણની સ્થિતિમાં સુધાર લાવવા માટેની આ યોજનાથી ખૂબ જ લાભ થાય છે. જેમાં સગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્ય રસી, આર્યન ફોલિકની ગોળીઓ ઉપરાંત નિયમિત રીતે આરોગ્ય તપાસ થાય છે. જેમાં આંગણવાડીની બહેનો પણ ખૂબ જ મદદરૂપ થાય છે. આ રીતે ચંદ્રિકાબહેન પ્રદિપભાઈ સુયાણી અને ઉર્મિલાબહેન પ્રદિપભાઈ સુયાણીએ સરકારની આ યોજનાને બીરદાવી હતી.

IMG-20220802-WA0432.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *