*જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા આ નરસિંહ મહેતા સરોવરના વિકાસ કામો માટે મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટ રૂ. ૪૮.૩ર કરોડના ખર્ચે હાથ ધરવાની દરખાસ્ત ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફત મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી*.
*મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર જૂનાગઢ મહાનગરપાલિકાને અગાઉ ફાળવેલ રૂ. ૧૯.૪૯ કરોડ ઉપરાંત આ ર૮.૮૩ કરોડ રૂપિયા સ્પેશ્યલ ગ્રાન્ટ તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કર્યા છે*
.
*જૂનાગઢના આ નરસિંહ મહેતા સરોવરના ૯.૯ હેક્ટર વિસ્તારનો કુલ રૂ. ૪૮.૩રના ખર્ચે બે તબક્કામાં વિકાસ કરવામાં આવશે*.
*જૂનાગઢ મહાનગરપાલિકાએ આ લેક ડેવલપમેન્ટ માટેનો જે માસ્ટર પ્લાન રજુ કર્યો છે તે મુજબ તળાવને ફરતે રીંગરોડ, એમ્બેકમેન્ટ, પ્રોટેકશન વોલ, પ્રોમિનાડ, વોક વે, એમ્નીટીઝ બ્લોક, પાર્કિંગ, પ્રવેશ દ્વાર, બોટીંગ ડોક, ઘાટ, ગાર્ડન, ટ્રી-પ્લાન્ટેશન, લાઇટ પોલ્સ, પક્ષીઓના આકર્ષણ અર્થે આઇલેન્ડ જેવી કામગીરીનો સમાવેશ કરવામાં આવેલો છે*.
તળાવના આજુબાજુના એરીયાની ગટરનું પાણી તળાવમાં ભળતુ અટકાવવા માટે ઇન્ટરસેપ્શન ડ્રેનેજ લાઇન તથા પમ્પીંગ સ્ટેશનની કામગીરી અમૃત સ્કીમ અંતર્ગત રૂ. ૧૦.૦૦ કરોડના ખર્ચે પુર્ણ કરવામાં આવી છે.
*નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસનો આ પ્રોજેક્ટ પુર્ણ થવાથી આજુબાજુની અંદાજીત ૩૦,૦૦૦ની વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારને ફાયદો થશે*.
*એટલું જ નહિ, શહેરની મધ્યમાં રીંગરોડ તથા પાર્કીંગ બન્યેથી ટ્રાફીકની સમસ્યા દુર થશે તથા તળાવનું ડેવલોપમેન્ટ કાર્ય પુર્ણ થતાં શહેરીજનો તથા જૂનાગઢ આવનારા પ્રવાસીઓને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ માટે એક નવું નજરાણું ભેટ મળશે*.

