Gujarat

મુખ્ય આરોપીના ઘર પર બુલડોઝર ફેરવતા જ પોલીસનો કાફલો થઇ ગયો હાજર

અમદાવાદ
પ્રયાગરાજમાં હિંસાના મામલે યોગી સરકારની કડક કાર્યવાહી જાેવા મળી છે. કેસના મુખ્ય આરોપી જાવેદ પંપના ઘરે બુલડોઝર કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. અત્યારે બુલડોઝર કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. અત્યારે મોટી સંખ્યામાં પોલીસની ટુકડી ગોઠવી દેવામાં આવી છે. જાવેદ પંપનો આલિશાન બંગલો છે અને થોડા સમયમાં આ બંગલાને બુલડોઝરથી દ્વસ્ત કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેસની ગંભીરતાને સમજતાં મોટી સંખ્યામાં પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ પહેલાં જાવેદના ઘરે નોટીસ ચોંટાડવામાં આવી હતી અને આજે ૧૧ વાગે બુલડોઝર કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી. પીડીએ જાવેદ પંપના ઘરે નોટીસ ચોંટાડી તેને ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસ તંત્રએ જાવેદના ઘરને છાવણીમાં ફેરવી દીધું છે. બુલડોઝર પણ પહોંચી ગયું છે. બુલડોઝરે જાવેદના ઘરને ધ્વસ્ત કરવાનું શરૂ કરી દીધું છે. બુલડોઝરે જાવેદના ઘરનો પહેલો દરવાજાે તોડી દીધો છે. બુલડોઝરથી જાવેદના ઘરની બાઉન્ડ્રી વોલ પણ તોડી પાડી છે. એસપી સિટીના લોકોને ઘટના સ્થળ પર જમા લોકોને દૂર કરવાની સતત અપીલ કરી રહ્યા છે. જાવેદ અહેમદનું ઘર અંદરથી બંધ છે. પોલીસકર્મી જાવેદ પંપના ઘરની અંદર દાખલ થઇ ગયા છે. ઘરની અંદરથી પોલીસકર્મી સામાન બહાર નિકાળી રહ્યા છે. પોલીસકર્મીઓએ મકાનના પહેલા માળે પહોંચી ખુરશીઓ અને અન્ય સામાન્યને પણ નીચે ફેંકી દીધો. જાવેદ પંપના ઘરનો દરવાજાે અંદરથી બંધ હતો. સવારથી જ ઘરનું કોઇ સભ્ય બહાર નિકળ્યું નથી. પોલીસ અધિકારીઓએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે જાે દરવાજાે નહી ખુલે તો તેને તોડીને અંદરથી લોકો નિકાળવામાં આવશે. ઘટનાસ્થળ પર મહિલા પોલીસકર્મીઓને પણ ગોઠવવામાં આવી છે. જેથી જાે મહિલાઓ વિરોધ કરે તો તેમને કાબૂમાં કરી શકાય. પોલીસ તંત્રના અધિકારી ઘરની અંદર હાજર સભ્યોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *