Gujarat

મુખ્ય સચિવ પંકજ કુમારે કોરોને અંગે તાત્કાલિક સમીક્ષા બેઠક યોજી

અમદાવાદ
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. ૭ મહિના બાદ પહેલીવાર ૨૨૦૦થી વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨૬૫ નવા કેસ નોંધાયા છે. એ પહેલા ૨૯ મેના રોજ ૨૨૩૦ કેસ હતા. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ ૧૨૯૦ કેસ નોઁધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૩૭ હજાર ૨૯૩ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૧૨૫ છે. તેમજ અત્યાર સુધીમાં ૮ લાખ ૧૯ હજાર ૨૮૭ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૭૮૮૧ એક્ટિવ કેસ છે, જેમાંથી ૧૮ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૭૮૬૩ દર્દીની હાલત સ્થિર છે.ગુજરાતમાં કોરોના-ઓમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે. જેને પગલે સરકાર દોડતી થઈ ગઈ છે. કારણે આગામી દિવસોમાં વાયબ્રન્ટ સમિટ પણ યોજાવાની છે તો એકતરફ વાયબ્રન્ટની તૈયારી તો બીજીતરફ સતત વધતા જતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં કેવી રીતે લેવું તે સરકાર માટે પડકારજનક છે. આજે મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં અત્યારે કોવિડ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. જેમા કોરોનાને કાબુમાં લેવા કેટલાક જરૂરી પગલા ભરવા અંગે ચર્ચાઓ થઈ છે. આ બેઠકમાં તમામ મહાનગરપાલિકાના કમિશનરઓ અને જિલ્લા કલેકટરઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરી તેને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન ઉપર ભાર મુકવામાં આવ્યો છે. મુખ્ય સચિવ કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તેને કાબૂમાં લેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ગુજરાત સરકારના વધુ બે ૈંછજી કોરોના સંક્રમિત થયા હતા. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, ૈંછજી રાજકુમાર બેનિવાલ, ૈંછજી હારિત શુક્લા, ૈંછજી મનોજ અગ્રવાલ અને જગદીશ પ્રસાદ ગુપ્તા કોરોના સંક્રમિત થયા હતા. ગઈકાલે સાંજે જ આરોગ્ય વિભાગના અગ્ર સચિવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહત્વનું છે કે, આજે વધુ કેટલાંક અધિકારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવી શક્યતા છે. ગુજરાત સરકારના કુલ ૫ ૈંછજી અધિકારી કોરોના સંક્રમિત થયા છે. ૈંછજી હારિત શુક્લા વર્ષ ૨૦૨૦માં પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે તેમણે હોમ ક્વોરન્ટીન થઈને સારવાર લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે કેબિનેટ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે કોરોનાને કારણે રદ કરવામાં આવ્યું છે.

Chief-Secretary-Pankaj-Kumar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *