Gujarat

મુસ્લિમ એકતા મંચ કોડીનાર ટીમ દ્વારા મામલતદાર સાહેબ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાજપ ના પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જીંદાલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ

  ગિરગઢડા
 ભરત ગંગદેવ..
 કોડીનાર ખાતે મુસ્લીમ એકતા મંચ કોડીનાર ટીમ દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપ ના પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ આજરોજ મુસ્લિમ એકતા મંચ કોડીનાર  ટીમ દ્વારા  કલેકટર સાહેબ મારફત ગુજરાત રાજ્યપાલ સાહેબ ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.આવેદન પત્ર માં જણાવેલ છે.કે લાઈવ ટીવી ડિબેટ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા તથા જીંદાલ દ્વારા અમારા પૈગમ્બર હજરત મુહમ્મદ મુસ્તફા(સ.અ. વ)ની ગુસ્તાકી કરવા બદલ અમોની ધાર્મિક લાગણી દુભાયેલ છે  અને ગુસ્તાકી કે વર્ગવિગ્રહ ઉભા કરવાના પ્રયત્નો ને અમો સખ્ત શબ્દોથી વખોડી કાઢીએ છીએ અને આવા બનતા બનાવો ને અટકાવવા સરકાર તરફથી કાર્યવાહી કરી કાયમી નસ્યત મળે તેવી કાર્યવાહી કરવા વિનંતી.  અને સરકાર તરફથી એવી કાર્યવાહી કે પગલાં ભારે કે ભવિષ્યમાં કોઈ પણ સમાજ કે જ્ઞાતિ કે ધર્મ નું અપમાન કરનાર વ્યક્તિ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરી કાયમી નસ્યત કરે તે હેતુથી સરકાર દ્વારા તાત્કાલિક અસરથી નૂપુર શર્મા તેમજ અન્ય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેની ધડપકડ કરી કડક માં કડક સજા મળે તેમ અંતમાં જણાવેલ હતું જેમાં હાજર રહેનાર  મુસ્લીમ એકતા મંચ ના પ્રદેશ સંગઠ્ઠન મંત્રી મુજીબ બાપુ કાદરી તથા મુખ્ય પ્રદેશ પ્રવકતા શબ્બીર ભાઈ સેલોત
તથા તાલુકા ઉપ પ્રમુખ ફારૂક ભાઈ ચૌહાણ તથા ગીર સોમનાથ DAG પ્રમુખ મહેબૂબ ખાન પઠાણ તથા શહેર ટ્રેઝરર અફઝલ ભાઈ કચ્છી તથા શહેરી યુવા પ્રમુખ અદનાન ભાઈ ચૌહાણ તથા તાલુકા ટ્રેજઝર આબેદીનભાઈ વાકોટ તથા સલીમભાઈ ચાવડા તથા અયુબ ભાઈ વાકોટ તથા યાસીનભાઈ દયાતર તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા..

IMG-20220610-WA0636.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *