મોરબી
અમદાવાદ તરફથી માળીયા મિયાણા તરફ આવતી ટ્રક નંબર જીજે-૦૬-એઝેડ-૬૩૭૭માં પી.ઓ.પીની ટુટેલ ફુટેલ મુર્તીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરવામાં આવી રહી છે. જેથી પોલીસે ઘટનાસ્થળે વોચ ગોઠવી હતી. જેમાં ટ્રક નંબર જીજે-૦૬-એઝેડ-૬૩૭૭નો ટ્રક પસાર થતા પોલીસે તેને અટકાવી ચેક કરતા ટ્રકમાંથી ખંડિત મૂર્તિની આડમાં વિદેશી દારૂની ૪૭૫૨ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે આરોપી ટ્રક ચાલક ગોમારામ બગતારામ જાખડની ધરપકડ કરીને ટ્રક નંબર જીજે-૦૬-એઝેડ-૬૩૭૭ કિમત રૂપિયા ૧૦ લાખ, મોબાઇલ કિંમત રૂપિયા ૫ હજાર ,રોકડા રૂપીયા ૯ હજાર તથા ૧૧.૭૪ લાખનો દારૂ કુલ રૂપિયા ૨૮,૩૦,૫૦૦નો મુદામાલ કબજે કરી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા નુસ્ખા અપનાવવામાં આવતા હોય છે. વારંવાર પોલીસની પકડથી બચવા માટે બુટલેગરો અલગ અલગ રીતે દારૂનો જથ્થો શહેરમાં પહોંચાડવા પ્રયત્ન કરતા હોય છે. ત્યારે માળીયા તાલુકામાં આવો જ એક બનાવ બન્યો હતો.બુટલેગરે ખંડિત મૂર્તિની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને એક ટ્રક સહિત કુલ રૂ.૨૮.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

