Gujarat

મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના: પાવી જેતપુરમાં તિનબત્તી ખાતે કોંગ્રેસ દ્વારા મોરબી હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબીમાં બનેલ ઘટનાએ ગુજરાત સહિત આખા દેશને હચમચાવી નાખ્યો છે. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થનાઓ લોકો કરી રહ્યા છે. ત્યારે આજ રોજ છોટા ઉદેપુર જીલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા મોરબીની દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
છોટાઉદેપુર જીલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ ગઈકાલે મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટના ઘટી હતી. આ હોનારતમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હજુ પણ મૃત્યુનો આંખ વધી રહ્યો છે, ત્યારે આ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને છોટા ઉદેપુર જીલ્લા કોંગ્રેસ દ્વારા પાવી જેતપુરના તીનબત્તી ખાતે આજે મોડી સાંજે મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20221031_223744.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *