Gujarat

મેંગલોરમાં બીએમડબલ્યુ કારે રસ્તા પર હાહાકાર મચાવ્યો

નવીદિલ્હી
મેંગલોરના બલ્લાલબાગ ચાર રસ્તાએ ૯મીના રોજ બપોરે ૧.૨૦ની છે. અકસ્માતનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં જાેઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી બેકાબૂ મ્સ્ઉ કાર પોતાની લેનમાંથી ડિવાઈડર કૂદાવીને ઓપોઝિટ લેનમાં ઘૂસી જાય છે અને સીધી સ્કૂટી પર સવાર મહિલાને ઝપેટમાં લઈ લે છે. કારની જાેરદાર ટક્કરથી સ્કૂટી સવાર મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. બીએમડબલ્યુ કારની ટક્કરમાં ઝપેટમાં આવી ગયેલા બીજા વાહનોના ડ્રાઈવર અને સ્કૂટી સવાર મહિલા હાલ સારવાર હેઠળ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ એક અન્ય મહિલા, જે રસ્તો ક્રોસ કરવા માટે ડિવાઈડર નજીક ઊભી હતી, તે બીએમડબલ્યુ કારની ઝપેટમાં આવી ગઈ અને મોતના મોઢામાં ધકેલાઈ ગઈ. જાે કે મહિલા બચી ગઈ. પોલીસના જણાવ્યાં મુજબ બીએમડબલ્યુ કારના ડ્રાઈવરની ઓળખ મન્નાગુડ્ડાના શ્રવણકુમાર (૩૦) તરીકે થઈ છે. શ્રવણ ડેરેબેલમાં ઈન્ટીરિયર ડેકોરેશનનો વેપાર કરે છે. અકસ્માત બાદ તરત ત્યાં હાજર લોકોએ બીએમડબલ્યુના ડ્રાઈવરને દબોચી લીધો અને મારવા લાગ્યા હતા. આરોપ છે કે અકસ્માત સમયે મ્સ્ઉ નો ડ્રાઈવર દારૂના નશામાં હતો. પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.કર્ણાટકના મેંગલોરમાં પૂરપાટ ઝડપે આવતી બીએમડબલ્યુ કારે હાહાકાર મચાવી દીધો. આ રોડ અકસ્માતનો ડરામણો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત ૯ એપ્રિલનો હોવાનું કહેવાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો હાલ સારવાર હેઠળ છે. પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *