પોષણ માહ-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા
સ્વચ્છ બાળ સ્પર્ધા યોજાઇ, વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા
જૂનાગઢ તા.૧૩ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેખડી ગામમાં આંગણવાડી મેખડી–૪ (નંદઘર)ના મકાન બાધકામનું લોકાપર્ણ પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્ય મંત્રીશ્રી દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના સભ્યશ્રી સોમાતભાઈ વાસણ તથા જિલ્લા પ્રોગ્રામ ઓફીસરશ્રી શારદાબેન દેસાઈ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી અલ્પેશ જોષી તથા તાલુકા ભાજપ પ્રમુખ દાનભાઈ બાલસ તથા મેખડી ગામના સરપંચશ્રી વિરમભાઈ ઓડેદરા, ગીતાબેન માલમ તથા અન્ય અધિકારી તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે આઈ.સી.ડી.એસ. યોજના અંતર્ગત (રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત) હાલ પોષણ માહ-૨૦૨૨ની ઉજવણી ચાલુ હોય જે પોષણ માસની થીમ વાઈઝ ઉજવણી કરવામાં આવી હતી. ગામના લાભાર્થી સુધી કુપોષણ દુર કરવા માટેના સુચનો તથા પોષણ શપથ લેવડાવવામાં આવ્યા હતા. પોષણ માહની ઉજવણી સાથે સાથે “સ્વચ્છ બાળ સ્પર્ધા”નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છ બાળ તરીકે ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરેલ વિજેતા બાળકોને ઈનામો વિતરણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાના લાભાર્થી બહેનોને કિટ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
આ કાર્યક્રમ માટે આઈ.સી.ડી.એસ. ઘટક માંગરોળના મેખડી ગામમાં આંગણવાડી લોકાર્પણ તેમજ પોષણ માહની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા શ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના સભ્યશ્રી તથા માંગરોળ ઘટકના ઈ.ચા.અધિકારીશ્રી પ્રવિણાબેન ખીમસુર્યા તથા મેખડી સેજાના સુપરવાઈઝરશ્રી ઈલાબેન પરમાર તથા આઈ.સી.ડી.એસ.ઘટકના તમામ સ્ટાફ દ્રારા કાર્યક્રમને સફળ બનાવવા આવ્યો હતો.


