ગિરગઢડા
ભરત ગંગદેવ
આષાઢી બીજના પવિત્ર દિવસે સમગ્ર વિશ્વમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. સ્વયં ભગવાન ભક્તોને દર્શન આપવા નગરયાત્રા માં નિકળે છે. આવી જ રીતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર પરિસરમાં પણ રથયાત્રા નું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં તૈયાર થયા હતા. રાસ લઈ આનંદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે ગુરુકુલના સંસ્થાપક પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનુ પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ બધાને પ્રસાદ વિતરણ કરાયું હતું.


