Gujarat

મેઢાસણ ગામમાં રામદેવ સખીમંડળ દ્વારા શાકભાજીનું વાવેતર કરી આત્મનિર્ભર બની

મોડાસા
મોડાસાના મેઢાસણની રામદેવ સખીમંડળની ૫૦ બહેનો પોતાના ઘરની આસપાસની ખુલ્લી જગ્યામાં શાકભાજીનું વાવેતર કરે છે અને તે માત્ર શાકભાજી ઘરવપરાશ માટે ઉપયોગમાં નથી લેતી. પરંતુ આસપાસના ફળિયામાં વેચીને તેમાંથી નફો રળી રહી છે. આ અંગે સખીમંડળના પ્રમુખ દિનાબેન પંડ્યા કહે છે સખીમંડળમાં જાેડાયા પહેલા બહેનો ઘરકામ તથા મજૂરી કરી જીવન ગુજરાન ચલાવતાં હતા. તેઓ કોઇપણ પ્રકારની બચત પણ કરતા ન હતા. બાળકોના શિક્ષણ તથા આરોગ્યને લગતા ખર્ચા આવે ત્યારે ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડતો હતો આવા સમયે અમારા વિસ્તારના કલસ્ટર કો ઓર્ડિનેટર દ્વારા ગામની બહેનોને કિચન ગાર્ડન વિશે માહિતી અને માર્ગદર્શન આપીને કિચન ગાર્ડનના કામ માટે તેમને તૈયાર કરાઇ હતી. જેમાં મેઢાસણ ગામની ૬ બહેનો દ્વારા રામદેવ સખી મંડળની રચના કરી અને કિચન ગાર્ડનની કામગીરીની આરંભી જેમાં સારી જાતના બિયારણ અને ખાતર ઉપલબ્ધ થતા શાકભાજીની પેદાશમાં પણ વધારો થયો છે. ૫૦ કરતા વધુ બહેનો પોતાના ઘરની આજુ બાજુની ખુલ્લી જગ્યામાં રિંગણ, વાલોર, દૂધી, ગલકા, કારેલા, કંકોડા, તુરીયા, ગીલોડા ,ટામેટા, લીંબુ, રતાડુ, જેવી શાકભાજીનું વાવેતર કરે છે. જે આસપાસના ફળિયામાંથી લોકો સામેથી આવીને શાકભાજી લઇ જાય છે. નાના પાયે શરૂ થયેલા કિચન ગાર્ડનની પ્રવૃતિમાં અન્ય બહેનો પણ જાેડાઇ છે. જેના પરિણામે આજે રામદેવ સખી મંડળની તમામ બહેનો મહિને રૂ. ૨૦૦૦ જેટલો નફો કમાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *