હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી…
સુત્રાપાડા તાલુકાના પ્રાચી નજીક આવેલ મોગલ ધામ મંદિર પ્રાસલી ખાતે આજે શરદપુણિમા ની પૂનમ નિમિત્તે રાત્રે ભવ્ય લોકડાયરા નું આયોજન કરાયું હતું
પ્રાસલી ખાતે આવેલ મોગલ ધામ મંદિર માં આજુબાજુ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં રોજેરોજ લોકો દર્શન માટે ઉંમટે છે તેમજ રવિવાર, મંગળવાર, અને પૂનમ ના દિવસે દૂર દૂર થી લોકો માં મોગલ ના દર્શન કરવા ઉમટી પડે છે જેમાં આજે શરદ પૂર્ણિમા નિ મિત્તે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં સૌ પ્રથમ માતાજીની મહા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ભવ્ય લોકડાયરો યોજાયો હતો આ લોક ડાયરામાં કલાકારોમાં હેતલબેન વાઢીયા, સંજય બારોટ, કૌશિક રબારી, તેમજ સચિન સોલંકી અને લાલુ ચારીયા સાથે જય મોગલ ઓરકેસ્ટ્રા ગ્રુપ તથા ચામુંડા સાઉન્ડ ના સથવારે ભવ્ય લોકડાયરો યોજાયો હતો કલાકારો દ્વારા પોત પોતાની મુખેથી અલગ અલગ કલાઓ પીરસીને લોકોને આનંદ કરાવ્યો હતો આ ડાયરાની મોજ માણવા આજુબાજુ વિસ્તારમાંથી બોહોળી સંખ્યામાં લોકો ઉમટયા હતા મોગલધામ પ્રાસલી ખાતે સમસ્ત પ્રાસલી ગામ દ્વારા દર રવિવારે, મંગળવારે, તેમજ પૂનમ ના દિવસે માં મોગલ ના દર્શન કરવા આવતા તમામ દર્શનાર્થીઓ ને ચા પાણી અને મહા પ્રસાદ નું આયોજન થાય છે આ પ્રસંગ નું આયોજન સમસ્ત પ્રાસલી ગામ દ્વારા કરવામા આવે છે


