Gujarat

મોઝામ્બિકમાં ગુજરાતી વેપારીનું બંદૂકધારીઓ દ્વારા અપહરણ કરાયું

આણંદ
ગત ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ આફ્રિકા ખંડના મોઝમ્બિક દેશ ખાતે ૪ પેઢી ઉપરાંતથી સફળ વ્યવસાયકાર તરીકે નામના ધરાવતા ભરત ધનજીભાઈ ટપુ (ચાવડા) નું ત્યાંના માફિયાગૃપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ સઘળી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં ભરતભાઈ કીયેબે બોટલ સ્ટોર ખાતે કર્મચારીઓ સાથે વ્યવસાયિક વાત કરતા હતા. તે સમયે ચાર જેટલા અપહરણકાર પિસ્તોલ સાથે ઘૂસ્યાં હતા અને ભરતભાઈ તરફ પિસ્તોલ તાકી તેમનું અપહરણ કરી ઉઠાવી જતા કર્મચારીઓ ડઘાઈ ગયા હતા અને ત્યાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું. ભરત ટપુ (ચાવડા)ના આણંદ ખાતેના મિત્ર અને ભાગીદાર ભાવેશ સુતરિયાએ આ ઘટનામાં મદદરૂપ થવા રાજ્ય સરકાર અને આણંદના સાંસદ મિતેષ પટેલને રજૂઆત કરી છે. ભારતીય સમુદાયના નાગરિકો ચાર પાંચ પેઢીથી આફ્રિકામાં સ્થાયી થયેલા છે. મોઝમ્બિક દેશના વિકાસમાં ભારતીય સમુદાયનો મહત્તમ ફાળો છે. છેલ્લા ૧૦ વર્ષથી ત્યાંના માફિયાઓ ભારતીય સમુદાયના સફળ ઉધોગકારો અને વ્યાવસાયિકોનું અપહરણ કરી મોટી રકમ ખંડણી વસૂલી રહ્યા છે. ઘણા ભારતીય વ્યવસાયીકો સાથે આ પ્રકારની ઘટનાઓ ઘટી ચુકી છે. જેમાં ત્રણેક દિવસમાં અપહરણકારો ખંડણીની માંગણી કરતા અને જે માંગણી પુરી થતા જે તે વ્યવસાયિકને છોડી મુકતા હોય છે. જ્યારે ભરતભાઈને ગત ૧૨ મી તારીખે અપહરણ કર્યા બાદ આજ દિન સુધી સપ્તાહ ઉપરાંતનો સમય વીતવા છતાં તેમના પરિવારનો અપહરણકારો દ્વારા કોઈ જ સંપર્ક કરવામાં આવ્યો નથી. ભરતભાઈને ડાયાબીટીસ અને બ્લડ પ્રેસરની મોટી તકલીફ છે. જે દવા તેઓ નિયમિત અને સમયસર લેતા હતા. જાે દવા તેઓને ન મળી હોય તો તેમના જીવને મોટું જાેખમ હોવાની બાબત ટાળી શકાય તેમ નથી. અપહરણ કરાયા બાદ હજુ સુધી અપહરણકારોનો કોઈ જ સંદેશ આવ્યો ન હોઈ તેમજ ત્યાંની પોલીસ પણ આ અંગે પરિણામલક્ષી કાર્યવાહી ન કરી શકી હોઈ પરિવાજનો, મિત્રો અને સ્નેહીઓ ઉપરાંત ત્યાં વસવાટ કરતા ભારતીય સમુદાયમાં ડર અને ચિંતાની લાગણી પ્રસરી છે. આ ઘટના અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતાના રાજદ્વારી સંબંધોનો યોગ્ય ઉપયોગ કરી આફ્રિકા ખંડમાં વસતા તમામ ભારતીયોને સુરક્ષિતતાની પ્રતીતિ કરાવે તે જરૂરી બન્યું છે.આફ્રિકા ખંડના મોઝામ્બિક દેશમાં ગુજરાતી વેપારીનું અપહરણ થયું છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં વેપારી કર્મચારીઓ સાથે મિટિંગ કરી રહ્યા હતા ત્યારે અપહરણકારોએ આવી અને વેપારીને બંદૂકની અણીએ ઉઠાવી ગયા હતા. અપહરણકારોએ હજુ સુધી પરિવારનો કોઈ જ સંપર્ક કર્યો ન હોઈ ત્યાંના ભારતીય સમુદાયમાં ચિંતા અને ભયનો માહોલ વ્યાપ્યો છે. આ અંગે અપહરણ કરાયેલા વ્યાપારીના મિત્ર અને આણંદ આત્મીય બિલ્ડકોન ભાવેશ સુતરિયાએ આણંદના સાંસદ મિતેષ પટેલ અને ગુજરાત સરકારમાં મદદની રજૂઆત કરી છે.

A-Gujarati-trader-was-picked-up-at-gunpoint.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *