Gujarat

મોટાગુંદાળા ગામેથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સ ને ઝડપી પાડતી તાલુકા પોલીસ

જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. ટી. બી. જાની  અને તેમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
આ કામગીરીમાં દેશી દારૂ 510 લીટર  કિ.રૂ.10200/- અને સ્વીફટ કાર કિ.રૂ. 70000/- તેમજ મોબાઇલ નંગ-1 કિ.રૂ. 500/- કુલ મુદ્દામાલ રૂ. 80700/- જેતપુર તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
આ દેશી દારૂની હેરાફેરી કરતો દીપકભાઇ ગોવીંદભાઇ પરમાર જાતે અનુજાતી નામનો શખ્સ મોટા ગુંદાળા ગામેથી મારૂતી કંપનીની સફેદ સ્વીફટ કલરની કાર  નંબર- GJ09AG2968 માંથી દેશી દારૂ લીટર 510 સાથે પોલીસની ઝપટે ચડી ગયો હતો. અને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો. અને તેની સાથે ધોરણસર કાર્યવાહી કરેલ હતી. તેમજ બીજા બે ઈસમોના નામ ખૂલતા જેતપુર તાલુકા પોલીસ દ્વારા પકડવા માટેની કવાયત હાથ ધરી
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220202-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *