સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તા.૦૭/૧૨/૨૦૨૨ ના રોજ સ્વ.ગીતાબેન ધિરુભાઈ મહિડાની સદગત ઉત્તરક્રિયા ગામ: લોંકી (ઊમિયાનગર) તા.મોટા લીલીયા જિ.અમરેલી હતી.તા.૦૨/૧૨/૨૦૨૨ તેઓનું દુખદ અવસાન થયેલ છે.તેમના સદગત ઉતરક્રિયા (બારમું)ના દિવસે તથાગત ગૌતમ બુદ્ધ અને ડો.બાબાસાહેબ આંબેડકરજીની વિચારધારાની પ્રેરણાથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને બાળકોને આરોગ્યક્ષેત્રે મદદરૂપ થાય તેવી સેવાકિય પ્રવૃત્તિઓમાં દાતાશ્રી.સ્વ.ગીતાબેન ધિરુભાઈ મહિડા હસ્તે. ધીરુભાઈ માવજીભાઈ મહિડા, માવજીભાઈ ઉકાભાઈ મહિડા, કેલ્વીન ડી.મહિડા, હેપીલ ડી.મહિડા, મનુભાઈ નાનજીભાઈ હેલૈયા તરફથી શ્રી સર્વોદય સરસ્વતી મંદિર (બાલઘર) બાબાપુર સંસ્થાને રુ.૫૧૦૦/- (અંકે રુપિયા એકાવન સો પુરા) દાન ભેટ અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. સાવરકુંડલા હાથસણી રોડ નિર્મળનગર આવેલ જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘રાજરત્ન પુસ્તકાલય’ ને રુ.૧૧૦૦/- (અંકે રુપિયા અગીયાર સો પુરા) સ્પર્ધાત્મક પરીક્ષાના સાહિત્ય માટે દાન ભેટ અર્પણ કરેલ છે, અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં કેન્સર પીડીત બાળકો માટે રુ.૧૦૦૦/- (અંકે રુપિયા એક હજાર પુરા) દાન ભેટ અર્પણ કરેલ છે. લોંકી(ઊમિયાનગર) ગામના ભાઈઓ અને બહેનો તેમજ બહોળી સંખ્યામાં સગાસંબંધીઓ એ આસમયે હાજરી આપી.મહિડા પરીવાર તરફથી સેવાકિય પ્રવૃત્તિનો સારો સંદેશ લોકોને પ્રેરણારૂપ છે. તેવું જીતેન્દ્ર આર.મહિડા (જીત એજયુ.&ચેરી.ટ્રસ્ટ) એ અખબારી યાદીમાં જણાવેલ છે.


