Gujarat

મોટી ટોકરી ગામે શિક્ષણ સંશાધન કેન્દ્ર ( પુસ્તકાલય ) નો શુભારંભ કરવામાં આવ્યો.

અવસર ચેરીટેબલ ટ્રસ્ટ અને સક્ષમ ફાઉન્ડેશનના સહકારથી મોટી ટોકરી ગામે શિક્ષણ સંશોધન કેન્દ્ર ( પુસ્તકાલય )ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગોવિંદગુરુ યુનિવર્સિટીનાં સભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ  રાઠવા હાજર રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડી  વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટેના થઈ રહેલા પ્રયત્નને બિરદાવ્યા હતા , તો નંદકુવરબા મહિલા કોલેજ ઓફ સોશિયલ વર્ક ભાવનગરનાં ટ્રસ્ટી રવીન્દ્રસિંહ સરવૈયાએ  કારકિર્દીમાં આગળ વધવા માટે વિદ્યાર્થી જીવનમાં પરિવર્તન લાવનારું કંઈ હોય તો તે આ પુસ્તકાલય છે.પુસ્તકના માધ્યમથી વૈચારિક પરિવર્તન આવશે તેમ જણાવી અવસર ટ્રસ્ટનાં પ્રયાસને બિરદાવ્યો હતો.આ પ્રસંગે અવસર ટ્રસ્ટનાં ડાયરેકટર જયંતિભાઈ વણકરે આ શિક્ષણ સંશાધનનો ઉદ્દેશ્ય માત્ર પુસ્તકો પૂરો પાડવાનો નથી પરંતુ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન , તજજ્ઞોની સલાહ અને શિક્ષણની જરૂરિયાત પૂરી પાડવાનો છે.સાથે ગામમાં ગરીબ વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ પુસ્તકો પૂરો પાડવાનો હેતુ છે.જેથી સ્પર્ધાત્મક પરીક્ષામાં તેઓ સફળ થઈ શકે.સક્ષમ ફાઉન્ડેશનનાં મેનેજીંગ ટ્રસ્ટી તરુણભાઈ મોંગાએ  શિક્ષણ જ ગામથી દેશની ઉન્નતિમાં સૌથી જરૂરી સાધન છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી પુસ્તકો ઉપલબ્ધ કરાવવું અને વાંચન માટે એક જરૂરી યોગ્ય જગ્યા પુરી પાડવું એ સંશાધન કેન્દ્રનો હેતુ છે. ભારતના અઢાર રાજ્યોમાં ફરીને શાળાઓ જોઈ એમાં ગુજરાત રાજ્યની શાળાઓ મને સૌથી વધુ સારી લાગી જણાવ્યું હતું.આ સમયે પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન રણછોડભાઈ વણકર , તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રતનભાઈ , બી.આર.સી. રાજેશભાઈ , શૈક્ષણિક સંઘના વિજયભાઈ તથા સી.આર.સી. અને ગામના તમામ લોકો હાજર રહ્યા હતા.ગામમાંથી નિવૃત્ત થયેલા લોકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.તમામ કાર્યક્રમનું એરજમેન્ટ અવસર ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણભાઈ વણકર ,પ્રમુખ શર્મિલાબેન ,ટ્રસ્ટી મયુરીબેન જાદવ, રોશનીબેન,દીપાબેન,મિતલબેન તરફથી કરવામાં આવ્યું હતું.ગામમાંથી ઘણાં બધાં દાતાઓ તરફથી પુસ્તકની ભેટ આ કેન્દ્રને આપવામાં આવી હતી , તો રતનભાઈ રાઠવા તરફથી તિથિ ભોજન શાળાનાં વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.ગુરુકુળ શિક્ષણ પરંપરામાં અભ્યાસ કરેલ અમિતભાઈ કોળીએ આજીવન વિદ્યાર્થીવૃત્તિ જો કેળવાય તો જ પુસ્તક સાથે જોડાઈને રહી શકાય તેમ જણાવ્યું હતું.પારિતોષિક વિજેતા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક  બાબુભાઈ વણકરે આવા અંતરિયાળ ગામમાં પુસ્તકાલયના રૂપમાં શિક્ષણ સંશાધન કેન્દ્ર ઊભું કરવાનાં આ કાર્યને બિરદાવ્યું હતું.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

b50bdb6d452b47cfbaa2481e7b063f47.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *