Gujarat

મોટી ભાણાવત ગ્રામજનો એ તાલુકા કચેરી કઠલાલ ખાતે આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર.મકસુદ કારીગર.ખેડા-કઠલા
કઠલાલ તાલુકામાં ગુગળીયા ગ્રામ પંચાયતમાંથી મોટી ભાણાવત અને નાની ભાણાવત ગ્રામ પંચાયત અલગ પડેલ છે.તો મોટી ભાણાવત અને નાની ભાણાવત ગ્રામ પંચાયતમાં અન્ય ગામોનો સમાવેશ નહી કરવા કઠલાલ તાલુકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.જેમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે નાની ભાણાવત અને મોટી ભાણાવત ગ્રામ પંચાયતમાં અન્ય કોઈ ગામોનો સમાવેશ કરવો નહીં જો અન્ય ગામોને જોડવામાં આવે તો અવાર નવાર ચૂંટણી પ્રક્રિયા થાય જ્યારે અમો ગ્રામમજનો સમરસ ગ્રામ પંચાયત બને અને ગામનો વિકાસ થાય તેમ ઈચ્છતા હોઈ અન્ય કોઈ ગામનો અમારી ગ્રામપંચાયત માં સમાવેશ કરવો નહિ. અને અમારા ગામ પુરતી જ ગ્રામ પંચાયત રાખવી. જો અન્ય ગામોને અમારી ગ્રામ પંચાયતમાં જોડવામાં આવશે તો આવનાર સમયમાં તમામ પ્રકારની ચૂંટણીઓનો ગ્રામજનો બહિષ્કાર કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેમ આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું છે.જ્યારે આ બાબતે આગળ કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને પણ આવેદનપત્ર આપવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *