રાજકોટ
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે તમામ પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે એક બીજાના કાર્યકર્તાઓને ખેંચી રહ્યા છે અને નવા મોટા માથા પાર્ટીમાં સામિલ કરી રહ્યા છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું રાજકીય પ્રવેશનું રહસ્ય હવે ગમે ત્યારે ખુલી શકે છે. નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે નહિ તે ચિત્ર નજીકમાં છે. રાજકોટ નજીક આટકોટ ઁસ્ આવી રહ્યા છે ત્યારે નરેશ પટેલ રાજકીય પ્રવેશને લઇ જાહેરાત કરે તેવી અટકળો તેજ થઈ છે. રાજકોટમાં આવતી કાલે નરેશ પટેલે મીડિયાકર્મીઓ સાથે મિલન યોજ્યું. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને આમંત્રિત કરતા નરેશ પટેલ મોટી જાહેરાત કરશે તેવી અટકળો તેજ થઈ છે.


