મોરબી
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલી પ્રભુકૃપા ટાઉનશિપ નજીક એક કૂતરો હડકાયો થયો હતો. આ હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો હતો. નાનાં નાનાં ભૂલકાં મળી ૧૫ જેટલા લોકોને હડકાયા કૂતરાએ બચકાં ભર્યાં હતાં, જેથી તમામને હડકવાવિરોધી રસી મુકાવવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યુ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જાેઈ શકાય છે કે હડકાયો કૂતરો એક બાદ એક લોકોને બચકાં ભરી રહ્યો છે, જેને લઈ ભારે અફરાતફરી મચી હતી. મોરબીમાં હડકાયા કૂતરાએ બાળકો સહિત મહિલાઓને બચકાં ભરતાં ચકચાર મચી છે. આ કૂતરાએ હજુ બીજા અન્ય લોકોને ઝપટમાં લીધા હોવાની પણ શક્યતા જાેવા મળી રહી છે. આ વિસ્તારમાં હડકાયા કૂતરાએ આતંક ફેલાવતાં લોકોમાં ફફડાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં હડકાયા કૂતરાનો ભારે આતંક અવારનવાર જાેવા મળે છે. મોરબીના કોઈ ને કોઈ વિસ્તારમાં હડકાયા કૂતરાઓ આતંક મચાવીને લોકોને બચકાં ભરે છે. આ ગંભીર બાબત સામે જવાબદાર તંત્ર પાસે આવા હડકાયા કૂતરાને પકડવા માટેના કોઈ સાધનો જ નથી. તેથી લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે હડકાયા કૂતરાનો આતંક જાેવા મળ્યો હતો. કૂતરાએ નાનાં બાળકો સહિત ૧૫થી વધુ લોકોને બચકાં ભર્યાં હતાં. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હડકાયા કૂતરાએ એક પછી એક એમ ડઝન જેટલા લોકોને બચકાં ભરતાં ફફડાટ ફેલાયો હતો. સિવિલ હોસ્પિટલમાં તમામને હડકવાવિરોધી રસી આપવામાં આવી હતી.
