Gujarat

મોરબીના વાંકાનેરમાં ૧૯ વર્ષની યુવતી પર દૂષ્કર્મ

મોરબી
મોરબી જિલ્લાના વાંકાનેર નજીક જાલી ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતી અને પરિવાર સાથે ખેત મજૂરી કરતી ૧૯ વર્ષીય યુવતી સવારે ૧૦ વાગ્યાના અરસામાં વાડીએ એકલી હતી. ત્યારે ભુપત સરણીયા નામનો વ્યક્તિ અને તેની સાથેનો એક અજાણ્યો શખ્સ બાઈક પર વાડીએ આવ્યા હતા. અહીં આવી આરોપી ભુપતે યુવતીને ઘરે કોઈ છે? પૂછ્યું હતું, જેથી યુવતીએ કહેલું કે, ના તેમના પિતા બહાર ગયા છે. જેથી ભુપતે યુવતીના પિતાના મોબાઈલ નંબર માંગ્યા હતા. યુવતીએ નંબર આપ્યા પછી ભુપત અને તેની સાથેનો શખ્સ અંદરો અંદર વાતો કરવા લાગ્યા હતા અને ત્યારબાદ યુવતી વાડીએ એકલી હોય, બંન્ને યુવતીનું બાવડું પકડી તેને વાડીએ આવેલી રૂમમાં લઈ ગયા હતા. યુવતીએ રાડારાડી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નરાધમોએ તેણીના ચૂંદડીથી મોઢામાં ડૂચો દઈ દીધો હતો. તેમ છતાં યુવતી તાબે ન થતા હવસખોરોએ યુવતીના હાથ દોરડા વડે બાંધી દીધા હતા અને ભુપત સાથેના અજાણ્યા શખ્સે અબળા યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી ભુપત સરણીયાએ તેને મદદ કરી હતીર્‌ આ ઘટના તા. ૯ ફેબ્રુઆરીના રોજ બની હતી. પરંતુ યુવતી ખૂબ જ ડરી ગઈ હોઈ તેણીએ કોઈને વાત કરી નહોતી. જાે કે તે ગુમસુમ રહેતી હોવાથી પરિવારના મહિલા સભ્યોએ વાત કરતા યુવતીએ રડતા રડતા પોતાની સાથે બનેલી ઘટના વર્ણવી હતી. આથી અંતે તેમણે પોલીસ ફરિયાદ નોંધવા નક્કી કર્યું હતું. આ બનાવ અંગેનો ગુનો નોંધી વાંકાનેર સિટી પોલીસના પી.આઈ. નયનકુમાર વસાવા અને તેમની ટીમે આરોપીઓની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.મોરબી જિલ્લાના વાંકાનેરના જાલી ગામે દોરડા વડે હાથ બાંધી અને મોંઢે ડૂચો મારી ૧૯ વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે પોલીસે બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Misdemeanor-on-19-year-old-girl.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *