મોરબી
શ્રાવણ મહિનો આવતાની સાથે લોકો જુગાર રમે છે જાણે જુગારનો મહિનો આવ્યો હોય તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં તો જાણે જુગાર રમવાનો મહિનો હોય તેમ ઘરે ઘરે લોકો જુગાર રમે છે ત્યારે મોરબીમાં શ્રાવણીયો જુગાર પુરબહારમાં ખીલ્યો હોય તેમ એક સાથે અનેક સ્થળોએથી જુગારીઓ ઝડપાઈ રહ્યા છે. ત્યારે પીપળી રોડ પર સીરામીકની દુકાનમાં જુગાર રમતા ૫ ઈસમોની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આરોપી ચિરાગ રમેશભાઇ સરડવા પીપળી રોડ હરીગુણ બિઝનેસ સેન્ટરમાં આવેલ તેના કબ્જા વળી લોરીયસ સિરામિક નામની દુકાન નં. ૨૮માં જુગારીઓને બોલાવી જુગાર ક્લબ ચલાવે છે. જેને પગલે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી ચિરાગ રમેશભાઇ સરડવા, કેયુર ઉર્ફે અલ્પો નાગજીભાઇ બાવરવા, બંસી હરગોવિંદભાઇ અધારા, હસમુખ શાંતીલાલભાઇ દેસાઇ અને જીગ્નેશ નવલભાઇ મેરજા ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે ગંજીપત્તાના પાના તથા કુલ રોકડ રૂપિ?યા ૪૩ હજાર ૯૦૦ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ ૪-૫ મુજબ ગુનો નોંધી પાંચેય જુગારીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

