Gujarat

મોરબીમાં સાવકા પિતા અને પુત્રએ દિકરી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

મોરબી,
મોરબી તાલુકામાં આવેલી સીરામીક ફેક્ટરીના લેબર ક્વાટર્સમાં રહેતી એક પુત્રીની માતા એવી મહિલાએ બે મહિના પહેલા પોતાની સાથે જ કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી કમલેશ કરશન વાઘેલા સાથે આંખો મળી જતા બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. સાથે કમલેશનો પુત્ર સુનિલ પણ પરિવારની જેમ રહેતો હતો દરમિયાન સાવકા બાપ એવા કમલેશ કરશન વાઘેલા અને તેના પુત્ર સુનિલ કમલેશ વાઘેલાએ મહિલાની સગીર વયની પુત્રી ઉપર નજર બગાડી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. આ બાબતની જાણ મહિલાને થતાં મોરબી તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવા પામી છે. હાલ તાલુકા પીઆઇ વી.એલ.પટેલ દ્વારા તપાસનો દોર સંભાળી લેવામાં આવ્યો છે અને સગીરાની મેડિકલ તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મોરબીમાં સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા ત્રણ મવાલીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના હજુ તાજી જ છે. ત્યાં મોરબીમાં હળાહળ કળિયુગના દર્શન કરાવતી ધિક્કારજનક ઘટના સામે આવી છે. જેમાં છેલ્લા બે મહિનાથી મહિલા સાથે રહેતા નરાધમ શખ્સે અને તેના દીકરાએ મહિલાની આસગીર માનસિક અસ્વસ્થ દીકરીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજારતા આ મામલે મહિલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Misdemeanors-on-mentally-unstable-Sagira.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *