Gujarat

મોરબી નગરપાલિકાએ હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર્યું,ં પુલના ઉપયોગ માટેની કોઇ પરવાનગી આપી નહોતી

અમદાવાદ
મોરબી ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મોરબી નગરપાલિકાએ હાઇકોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર કર્યો છે કે જે દિવસે પુલ તપટ્યો તે દિવસે પણ પુલના ઉપયોગ માટેની કોઇ મંજુરી આપવામાં આવી નહોતી. જેમાં ડિસેમ્બર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨ સુધી બ્રિજ જાેખમી હાલતમાં હોવાની જાણ હોવા છતા પુલનો ઉપયોગ જાહેર જનતા માટે કરાયો હતો. જેના પગલે હાઇકોર્ટે મોરબી નગરપાલિકા સામે કરી આકરી ટીપ્પણી કરી છે. તેમજ કહ્યું છે કે, જનરલ બોર્ડની મંજૂરી લીધા વિના અંજતા ગ્રુપને કામ કઇ રીતે અપાયુ. તેમજ એમઓયુ કે એગ્રીમેન્ટ વીના પુલના ઉપયોગની છુટ કઇ રીતે અપાઇ. આ ઉપરાત હાઇકોર્ટે ૨૪ નવેમ્બરના રોજ ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રુબરુ હાજર રહેવા આદેશ આપ્યો છે. તેમજ કોર્ટે ઉઠાવેલા સવાલોના જવાબ સોંગદનામા પર રજુ કરવા પણ આદેશ આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી ૨૪ નવેમ્બરે વધુ હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *