Gujarat

મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સસ્પેન્ડ

મોરબી
મોરબીમાં મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.રાજ્યના શહેરી વિકાસ વિભાગે ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી કરી છે. ઝ્રસ્ ઓફિસના રિપોર્ટ બાદ ગઈકાલે મોડી રાત્રે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ સસ્પેન્ડ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઓરેવા કંપનીના બાંધકામ સાઇટ ચેક કર્યા વિના જ સંદીપ સિંહ ઝાલાએ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. સંદિપસિંહ ઝાલાની ફરજ દરમિયાન સ્ર્ંેં કરવામાં આવ્યાં હતા. કરાર અંગેની મિનીટ્‌સમાં પણ સંદીપ સિંહની સહી છે. છતાં કરારમાં ઓરેવા ગ્રુપને અપાયેલા રાઇટ્‌સ નામે ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા જવાબદારીમાંથી છટકી ગયા હતા. પોલીસે પણ સંદીપ સિંહ ઝાલાની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. મોરબીમાં ઓરેવા કંપની તથા ધાંગધ્રામાં દેવપ્રકાશ કંપનીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે આ સર્ચ ઓપરેશનમાં ઝૂલતા પુલના સમારકામના વર્ષ ૨૦૦૭ તેમજ વર્ષ ૨૦૨૨ દરમિયાનના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ કંપનીના માલિકજયસુખ પટેલ દુર્ઘટનામાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તબક્કે સ્પષ્ટ થઈ ગયું છે અને પોલીસની ધરપકડથી બચવા જયસુખ પટેલ રાજ્ય બહાર ભાગી ગયાની આશંકા છે. જયસુખ પટેલનું છેલ્લું લોકેશન હરીદ્વારનું ટ્રેસ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *