Gujarat

મોરબી પાલિકાના મહિલા સફાઈ કર્મચારીનું અપહરણ કરી બે શખ્સે દુષ્કર્મ આચર્યું

મોરબી
મોરબીમાં મહિલા સફાઇ કર્મચારીને ધારિયું બતાવી બે શખ્સ કારમાં અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા અને દુષ્કર્મ આચર્યું હતું . તેમજ ગંભીર ઇજા પહોંચાડી હતી. આથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને તાબડતોબ સારવાર માટે ખસેડવામાં આવી હતી. નજીકમાં સફાઇ કરી રહેલા યુવાને મહિલાની ચીસો સાંભળી બચાવવા દોટ લગાવી તો તેને પણ શખ્સોએ ધારિયું મારી ઇજા પહોંચાડી હતી. એટલું જ નહીં, મહિલાના પુત્રને કોઇ જ ફરિયાદ ન કરવાની ધમકી અજાણ્યા શખ્સોએ આપતાં આ બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મોરબી નગર પાલિકામાં સફાઇ કામ સાથે સંકળાયેલી એક મહિલા સફાઈ કર્મચારી રાત્રિના મોરબી પાલિકાની હદ વિસ્તાર બહાર સફાઇ કામ માટે મોકલાયેલી મહિલા મોરબીના રવાપર ગામના તળાવ આસપાસ સફાઇ કામ કરતી હતી તે દરમિયાન કારમાં બે શખ્સો આવી ચડ્યા હતા અને મહિલાને ધારીયું દેખાડી પરાણે કારમાં બેસાડી દીધી હતી.આ દરમિયાન મહિલાને બચાવવા આવેલા યુવાન પર ધારિયા વડે હુમલો કર્યો હતો અને બાદમાં મહિલાને કારમાં અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને તેમજ જાે આ ઘટના અંગે કોઈને જાણ કરશે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ ગંભીર હાલતમાં મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મહિલાનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી બનાવ અંગે મહિલાએ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અપહરણ તેમજ દુષ્કર્મને લગતી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સફાઈ કર્મીઓ તેમજ દલિત સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો અને આ સમાજ ગંભીર રૂપ લઈ લે તે પહેલાં પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને આ દુષ્કર્મ કરનાર બંને આરોપીઓ હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે. જાે કે પોલીસે આ અંગે સત્તાવાર જાહેરાત કરી ન હતી. દલિત સમાજના આગેવાનો હોસ્પિટલમાં દોડી ગયા હતા અને ધમકી આપનાર શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી નહિ થાય તેમજ ભોગ બનનાર પરીવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં નહી આવે ત્યાં સુધી હોસ્પીટલથી દૂર નહિ ખસવાની ચીમકી આપી હતી. આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને હોસ્પિટલની મુલાકાત લેવાનું જણાવતા એસપીએ પોતાને મીટીંગમાં જવાનું હોય તેમ કહી આવવાની ના પાડી હતી આ વાતથી આગેવાનો રોષે ભરાયા હતા અને સફાઇ કામદારો મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ એકઠા થઈ ગયા હતા તેમજ ધરણા કર્યા હતા .બાદમાં ત્યાંથી તેઓ ક્લેક્ટર કચેરીએ જઇ આવેદન પાઠવી રજૂઆત કરી કે તેમને દિવસમાં કામ સોપવામાં આવે.જ્યાં સુધી તેઓનું નવું શિડયુલ નહીં આવે ત્યાં સુધી સફાઈ કામમાં ન જાેડાવાની માંગ સાથે આજથી હડતાળ પર ઉતરી ગયા છે. ઘટનામાં ભોગ બનનાર મહિલાને ગંભીર ઇજા થતાં સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, તે દરમિયાન ભોગ બનનારના દીકરા ને અજાણ્યા શખ્સોએ ધમકી આપી હતી અને પોલીસ કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપી હતી. આ અંગેની જાણ થતાં દલિત સમાજના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ધમકી આપનાર શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. મોરબી પાલિકાના સફાઇ કામદારોને રવાપર ગ્રામ પંચાયત વિસ્તારમાં સફાઇ માટે મોકલાયા હતા ત્યારે પ્રશ્ન એ સામે આવ્યા છે કે પાલિકાની હદ વિસ્તારમાં ન આવતા હોવા છતાં ત્યાં સફાઇ માટે જવાનું ન હોવા છતાં મહિલા સફાઇ કામદારોને ત્યાં કોના આદેશથી મોકલ્યા? શું કાઉન્સીલર કે હોદેદારોએ મોકલ્યા હતા કે પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટરે આદેશ આપ્યો હતો તે અંગે પણ સવાલ ઉઠયા છે.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *