મોરબી
લોકો પૈસા કમાવવા શું કરે છે કોઈના પૈસા લઈ જુગાર રમી હારી જાય છે અને પછી પૈસા દેવાની વારી આવે એટલે દવા પી લે છે આવો કિસ્સો મોરબીમાં બન્યો છે મોરબીમાં રીલાયન્સ મોલના મેનેજરે કોસ્મેટીક પ્રોડક્ટના નામે વેપારી સાથે રૂ.૧૭.૩૫ લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વેપારીએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં વેપારી હિરેનભાઇ મનસુખભાઇ કાવરે જણાવ્યું હતું કે, તે કોસ્મેટીક આઈટમોનો વેપાર કરવાનો ધંધો કરે છે. તેણે મો૨બી મુકામે આવેલ રીલાયન્સ મોલમાંથી માલની ખરીદી કરવા માટે રીલાયન્સ મોલના મેનેજર સમયસીંગ મીનાને કટકે કટકે તા.૦૯/૦૭/૨૦૨૨થી ૧૨/૦૭/૨૦૨૨ના ગાળામાં રુ.૧૭,૩૫,૦૦૦/- મોલમાંથી માલની ખરીદી કરવા માટે એડવાન્સમાં આપ્યા હતા. ત્યારબાદ તેમણે માલ માટે મેનેજરનો સંપર્ક કરતા કંપનીમાંથી માલ આવેલ નહી હોવાનુ મેનેજરે જણાવ્યું હતું.અને રીલાયન્સ કંપનીના ૨૩ બીલની કોપી તેમને પૈસા જમા કરાવ્યા ત્યારે આપી હતી. અને જયારે માલની ડીલીવરી ત્યારે આ બિલ જમા કરાવવાનુ કહ્યું હતું. પાંચેક દિવસ સુધી તેમને માલની ડીલીવરી નહી મળતા તેમણે તા.૧૬ના રોજ રુબરુ રીલાયન્સ મોલમાં જઈને સમયસીંગને મળતા માલ બે દિવસ પછી આવશે તેવુ જણાવ્યું હતું. જેથી હિરેનભાઈ એ રીલાયન્સ મોલના જનરલ મેનેજર વિમલભાઈ હાથીને મળી સમયસીંગે આપેલ માલના બીલ બતાવ્યા હતા. એ નિહાળી જનરલ મેનેજરે આવા કોઈ માલનો સ્ટોક હાજર નથી અને આ બીલ બોગસ છે તેમ કહી સમયસીંગ ને બોલાવી અસલ બીલની વીમલભાઈ હાથી એ માંગણી કરતા સમયસીંગ એ અસલ બીલ પોતાના ઘરે હોવાનુ જણાવતા વીમલભાઈ હાથી એ અસલ બીલ લઈ આવવાનુ કહ્યું હતું. એ સમયે હિરેનભાઈ વીમલભાઈ હાથી પાસે બેઠેલા હતા. થોડીવારમાં વીમલભાઈ હાથીના મોબાઈલમાં ફોન આવેલ અને આ સમયસીંગે ઝેરી દવા પી લીધેલ હોવાની વાત કરેલ. જેથી હાથીભાઈ તેને દવાખાને લઈ ગયેલ. આ સમયસીગે દવા પીતા પહેલા સ્યુસાઈડ નોટ લખેલ હતી કે,”મારી પાસેથી માલની ડીલીવરી કરવાના પૈસા ૧૧,૦૦,૦૦૦ અંકે રૂપીયા અગીયાર લાખ હીરેનભાઈ પાસેથી લીધેલ છે અને હુ ઓનલાઈન જુગારમાં આ રૂપીયા હારી ગયેલ છુ.” આમ આ બાબતે હિરેનભાઈ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થતા તેમણે સમયસીંગ મીના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદીના આધારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
