*અંબાજી બાયપાસ રોડ માટે 124.40 કરોડ સરકારે કર્યા મંજૂર*
શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ગામમાંથી રાજસ્થાન અને ગુજરાતને જોડતો માર્ગ પસાર થાય છે અને અંબાજી મંદિરે દર્શનાર્થે આવતા યાત્રિકો દિવસે દિવસે વધી રહ્યા છે અંબાજી શક્તિ દ્વાર પાસેથી પસાર થતાં માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે અને મંદિરમાં પ્રવેશતા અનેક લોકો ટ્રાફિક સમસ્યાના કારણે અટવાતા હોય છે જેને લઇ સરકાર દ્વારા પાંચ કિલોમીટર લાંબા રોડ ની બાયપાસને મંજૂરી આપવામાં આવી છે આ 5.150 કિમી લાંબા બાયપાસ રોડ માટે સરકારે રૂ. 124.40 કરોડ મંજૂર કર્યા છે આ રોડ અંબાજી 5 કિલોમીટર લાંબા બાયપાસને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ રોડ અંબાજીના ખેરોજ પાસેથી બાયપાસ નીકળી સીધો આબુરોડ પર મળશે આ રોડ માટે અંબાજી બાયપાસ રોડ માટે સરકારે 124.40 કરોડ કર્યા મંજૂર છે અંબાજી ગામમાંથી પસાર થતાં માલવાહક વાહનોથી મળશે મુક્તિ આ રોડ બન્યા પછી યાત્રાધામ અંબાજી માટે બાયપાસ મંજૂર થતાં ટ્રાફિકની સમસ્યા હળવી બનશે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


