*ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્વક પરિપૂર્ણ થતાં માઁ અંબાના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા અંબાજી*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્વક પરિપૂર્ણ થતાં માઁ અંબાના આશીર્વાદ લેવા અંબાજી ખાતે પરિવાર સાથે આવી પહોંચ્યા હતા અંબાજી મંદિર ટ્રસ્ટ અને પૂજારીઓ સાથે અંબાજી ભાજપ મંડલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્યમંત્રીએ પરિવાર સાથે નિજ મંદિર ગર્ભગ્રહમાં માતાજીની વિશેષ પૂજા કરી માતાજીના ચરણોમાં શીશ નમાાવ્યું હતું અને મુખ્યમંત્રીએ પરિવાર સાથે મંદિરના શિખર ઉપર ધજા ચડાવી ગુજરાત રાજ્યની પ્રગતિ અને સુખાકારી માટે માઁ અંબા ને પ્રાર્થના કરી હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


