*આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાળા જન્મદિવસ ઉજવણી વિચાર અંતર્ગત*
યાત્રાધામ અંબાજી ખાતે આવેલી મજુર કલ્યાણ ટ્રસ્ટ સિધ્ધપુર સંચાલિત આદિવાસી આશ્રમશાળા અંબાજી શાળાના આચાર્યશ્રી ડિમ્પલબેન એમ રાવલ તથા શાળાના શિક્ષકો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાળા જન્મદિવસ ઉજવણી વિચાર અંતર્ગત દાંતા તાલુકા માં પ્રથમ સ્કૂલ બર્થડે સેલિબ્રેશન કાર્યક્રમ આદિવાસી આશ્રમશાળા અંબાજી ખાતે 35 માં જન્મદિવસ નિમિત્તે શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના 35 માં જન્મદિવસ ઉજવણી નિમિત્તે શાળાના બાળકો દ્વારા સૌપ્રથમ પ્રાર્થના કરવામાં આવી હતી અને શાળાના બાળકો ના હાથે કેક કાપવામાં આવ્યો હતો તમામ બાળકો અને મહેમાનો ને ઈડલી અને સાંભારનો નાસ્તો આપવામાં આવ્યો તથા મુંબઈ નિવાસી શ્રી દિનેશભાઈ ગાલા તરફથી તમામ બાળકોને નવા કપડાં એક એક જોડી આપવામાં આવ્યા તેમજ કેક,ચોકલેટ અને આઈસ્ક્રીમ નું પણ વિતરણ કરવામાં આવ્યું અને કાર્યક્રમ પધારેલા મહાનુભાવો બીપીનભાઈ લોધા સી.આર.સી કોઓર્ડીનેટર અંબાજી 2 , આદર્શ નિવાસી આશ્રમશાળાના આચાર્ય કિરણભાઈ , બ્લોક કો-ઓર્ડીનેટર શ્જયંતીભાઈ ડામોર દિનેશભાઈ ગાલા, વેપારી મુંબઈ વાળા તથા તેમનું ગ્રુપ ,એસએમસીના મહિલા સભ્ય નયનાબેન કોદરવી તથા અન્ય વાલી સભ્યો. ભૂતપૂર્વ શિક્ષક નરેન્દ્ર સિંહ સોલંકી તથા સરોજબેન વૈશ્ય હાજર રહ્યા
*અહેવાલ :- વિક્રમ સરગરા , અંબાજી*

