Gujarat

યુનિ.ની બીએસેમ-૩ની બીજી તકની સ્થગિત, એમસીકયુ પરીક્ષાઓ ૧૨ સપ્ટેમ્બરથી શરુ થશે

પાટણ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજાેમાં ૧૦ હજાર છાત્રોની બી. એ સેમ ૩ ની સ્થગિત કરાયેલ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે.આગામી ૧૨ સપ્ટેમ્બર થી કોલેજાેમાં એમસીકયુ પદ્ધતિથી ઓફલાઇન પરીક્ષા લેવામાં આવનાર છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારી દરમિયાન ઓક્ટોબર ૨૦૨૧ ની બી.એ સેમ ૩ ની પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી માસમાં કરવામાં આવ્યું હતું.જેમાં છાત્રો દ્વારા આંદોલન કરતા પરીક્ષા મરજિયાત કરી જે છાત્રો પરીક્ષા ના આપે તેમની બીજી વાર લેવા માટે છૂટછાટ અપાઈ હતી.જે બીજી તકની પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાનું આયોજન કરાયું હતું પરંતુ અન્ય પરીક્ષા ચાલુ હોય વિદ્યાર્થીઓની રજૂઆતના આધારે પરીક્ષા સ્થગિત રાખવામાં આવી હતી. જે પરીક્ષા હવે ૧૨ સપ્ટેમ્બર થી લેવાનું પરીક્ષા વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બીજી તકની પરીક્ષા હોય આ પરીક્ષા પણ એમ.સી.ક્યુ પદ્ધતિથી ઓફલાઈન જ લેવામાં આવનારા છે. અંદાજે ૧૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની આ પરીક્ષા યોજનાર છે. પરીક્ષા અંગે સત્તાવાર કોલેજાેને જાણ કરવામાં આવી છે તેમજ તમામ પરીક્ષાની વિગતો વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ની વેબસાઈટ ઉપરથી જાેઈ શકશે. તેવું પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યુ હતુ.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *