Gujarat

યુવકને હનીટ્રેપમાં ફસાવી, સોનાની ચેઇન કઢાવી લેનાર, ઠગ ટોળકીના તમામ સભ્યાનોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગુન્હાની વિગતઃ-
રોહીતભાઇ રમેશભાઇ પરવાડીયા, ઉ.વ.૩૦, રહે.સુર્યપ્રતાપગઢ, તા.વડીયા, જિ.અમરેલી વાળાને નિધી નામની એક અજાણી છોકરીએ ફોનમાં કોન્ટેકટ કરી, લગ્ન કરવા બાબતે બોલાવી, રોહીતભાઇ ફોર વ્હીલ કાર લઇ આ નિધીને મળવા ગોંડલ જતા, અને આ નિર્દો નામની છોકરીને મળેલ અને બન્ને ફોર વ્હીલમાં જતા હતા તે દરમ્યાન અજાણ્યા આરોપીઓ મોટર સાયકલ લઈ આવી રોહીતભાઇની ફોર વ્હીલ કાર રોકી, આ આરોપીઓએ આ નોંધી અમારી બહેન છે તેને તુ કયા લઇને જાય છે તેવુ કહી ધમકાવી, સમાધાન કરી લે નહીંતર કેસમાં ફીટ કરી દઇશું તેવી બીક બતાવી, સમાધાન કરવા પેટે પૈસાની માંગણી કરી, રોહીતભાઇ પાસે પૈસા ન હોય, તેને પહેરેલ સોનાનો ચેઇન કિં.રૂ.૧,૨૭,૦૦૦/- ની બળજબરીથી કઢાવી લઇ ગુન્હો કરેલ હોય જે અંગે રોહીતભાઇ ફરીયાદ જાહરે કરતા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા વડીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૦૨૨૦૪૨૦ /૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૪, ૧૨૦બી, ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા મિલ્કત સબંધી ગુનાઓના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી, તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી ટીમે ઉપરોક્ત ગુનાના સંડોવાયેલ તમામ આરોપીઓને ાતમી હકિકત આધારે પકડી પાડી, પકડાયેલ તમામ આરોપીઓને આગળની કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) એજાઝ કાસમભાઇ મીર, ઉં.વ.૩૦, રહે.રાજકોટ, રૈયા ગામ, દરગાહની પાછળ, તા.જિ.રાજકોટ,
(૨) દર્શનાબેન ઉર્ફે નિધિ ડો/ઓ પ્રકાશભાઇ મેપાભાઇ વાડોદોરીયા, ઉં.વ.૨૩, હાલ રહે.રાજકોટ, નાના
મવા સર્કલ, નહેરૂ નગર-૩, તા.જિ.રાજકોટ, મુળ રહે.કાલાવાડ, શીતલ પાર્ક, શેરી નં.૧,માતૃ કૃપા, તા.કાલાવાડ, જિ.જામનગર.
(૩) હરેશ બાબુલાલ જોશી (કાટીયા). ઉં.વ.૩૧, રહે.બ્લોક/૧૦, આર.એમ.સી ક્વાર્ટર, બાલાજી હોલ પાસે, તા.જિ.રાજકોટ
 (૪) કરણ બાબુલાલ જોશી, ઉ.વ.૨૭, રહે.રાજકોટ, કાલાવાડ રોડ, વા રાજકોટ મ્યુનિસિપાલિટી
ક્વાર્ટર, બ્લોક નં.૩૪, બીજા માળે, તા.જિ.રાજકોટ
(૫) યોંગેશ ઉર્ફે ઘવલ રતિભાઇ ઠાકર, ઉ.વ.૩૩, રહે.મુળ ગામ સુર્યપ્રતાપગઢ, ચોરા પાસે, તા.વડીયા, જિ.અમરેલી, હાલ રહે.સુરત, કામરેજ, બાપા સીતારામ ચોક, ક્રિષ્ના પેલેસએપાર્ટમેન્ટ, રૂમ નં.૫૦૩,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. મહેશભાઈ સરવૈયા, તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, વુ.હેડ કોન્સ. દયાબેન જસાણી તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવરદાસ, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20221216-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *