સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
અમરેલી શહેરમા છેલ્લા કેટલાક સમયથી મૃત્યુ બાદ ચક્ષુદાનની મૃતક તથા તેના પરિવારની ઇચ્છાનુસાર ટેકનીકલ કારણોસર સદર પ્રક્રિયા સ્થગિત થઈ ગયેલ હોય ઉપરોક્ત કામગીરી બંધ હતી અને પરિણામસ્વરૂપે ચક્ષુદાન રૂપી મહાન યજ્ઞથી ચક્ષુહિતોને માટે આંખની રોશની બંધ થયેલી. સદર વ્યવસ્થા અને ચક્ષુદાનના મહાન યજ્ઞને પુનઃ પ્રજ્વલિત કરવા માટે અમરેલીનાં સંસ્કાર ગ્રુપે દ્ર્ઢ સંકલ્પ કર્યો આ સંદર્ભે સાવરકુંડલા શહેરના મેહૂલભાઈ વ્યાસનો સહયોગ પ્રાપ્ત થયો. અને મેહૂલભાઈએ ખુદ સામેચાલીને જરૂરી ટેકનીકલ સપોર્ટ પૂરો પાડી પોતે સ્યંમ સાવરકુંડલાથી અમરેલી આવી સંસ્કાર ગ્રુપને સથવારે ઉપરોક્ત ચક્ષુદાન મહાયજ્ઞમાં પૂર્ણ સહયોગ આપતાં અમરેલી જિલ્લા અંધજન પ્રગતિ મંડળ અમરેલી તથા મહિલા અંધજન શાળા મણીનગર અમરેલીના દિલીપભાઈ પરીખે સંસ્કાર ગ્રુપ અને મેહૂલભાઈ વ્યાસ તથા આ યજ્ઞમાં અત્યાર સુધી સહયોગી થનાર મેહૂલભાઈ વ્યાસ દ્વારા લેવામાં આવેલ ૪૨૫ ચક્ષુદાન પૈકી આ ચક્ષુદાન છે. આ માટે તમામ નામી અનામી તમામ દાતા પરિવારનો પણ અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. એ સંદર્ભમાં આ સંસ્કાર ગ્રુપ પરિવારનાં દીપકભાઈ ગાંગડીયાના માતુશ્રી સ્વ. તારાબેન મનસુખભાઇ ગાંગડીયાનું તારીખ ૨૭-૧-૨૦૨૨ નું અવસાન થતાં તેમનાં ચક્ષુદાનની પ્રકિયા સાવરકુંડલા શહેર અને અમરેલી જિલ્લામાં ચક્ષુદાન સ્વીકારી યોગ્ય કાર્યવાહી કરતાં મેહૂલભાઈ વ્યાસે આ ચક્ષુદાન સ્વીકારી યોગ્ય પ્રક્રિયા દ્વારા ચક્ષુબેંકમાં જમા કરાવી ચક્ષુદાન સેવામાં અભિવૃદ્ધિ કરતાં અમરેલી શહેરના લોકોને પણ હવે પોતાના ચક્ષુદાન મહાયજ્ઞમાં યોગદાન આપવાનો માર્ગ સુગમ થયો. આ બદલ અમરેલી જિલ્લા અંધજન પ્રગતિ મંડળ અમરેલી તથા મહિલા અંધજન શાળા મણીનગર અમરેલીના દિલીપભાઈ એ પરીખે સંસ્કાર ગ્રુપ અને મેહૂલભાઈ વ્યાસ તથા આ યજ્ઞમાં અત્યાર સુધી સહયોગી થનાર તમામનો આભાર માન્યો હતો.


