અમદાવાદ
રખડતાં ઢોરના ત્રાસને ડામવા માટે અમદાવાદમાં ઘણા વિસ્તારો ‘નો કેટલ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. એના જવાબમાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે જ્યારે તેઓ કોર્ટમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે ૧૦-૧૨ પશુ રસ્તો બ્લોક કરી ઊભાં હતાં,પોલીસકર્મીઓએ સીટી મારી તેમ છતાં એ હટ્યાં ન હતાં, સાથે સાથે ચીફ જસ્ટિસે રખડતા શ્વાનના ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રખડતા શ્વાનના ત્રાસને લઈને રસ્તા પર ચાલવા નીકળવું જાેઈએ નહીં એવી મને સલાહ અપાઈ છે. શ્વાનથી તકલીફ નથી, પણ કોઈની મજા કોઈની સજા ના બનવી જાેઈએ એવી ટકોર કરી હતી. આ મામલે કોર્ટે સ્થાનિક પ્રશ્નો મુદ્દે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટીને ફરિયાદ નિવારણ માટેની જવાબદારી સોંપવામાં પણ કહ્યું. નાગરિકો માટે ટોલ ફ્રી નંબર અને ઇ-પોર્ટલ શરૂ કરવા, જ્યાં નાગરિકો પોતાની સમસ્યા ફોટા સહિત મોકલી શકે એ માટેના નિર્દેશ આપ્યા છે. આ બાબતોનું લીગલ સર્વિસીઝ ઓથોરિટી મોનિટરિંગ કરશે અને તે અંગેનો અહેવાલ હાઇકોર્ટને સોંપશે. આ મામલે ૧૯ જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તા, રખડતાં ઢોર અને ટ્રાફિકની સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારે કેટલીક ટકોર કરી હતી. અમદાવાદના બિસ્માર રસ્તા, રખડતાં ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે કોર્ટના હુકમના તિરસ્કાર અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે ટકોર કરતાં કહ્યું હતું કે કાયદા અને નિયમો બન્યા છે, પરંતુ પ્રશાસન એનો યોગ્ય અમલ કરાવે એ પણ જરૂરી છે. ચીફ જસ્ટિસે પોતાની સાથે થયેલા અનુભવને વર્ણવી કહ્યું હતું કે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસના પ્રવેશ ગેટ પર ૧૦થી વધુ રખડતાં પશુએ રસ્તો બ્લોક કરી નાખ્યો હતો. તેમણે એવી પણ ટકોર કરી હતી કે મને સલાહ આપવામાં આવી છે કે શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ છે, જેથી રસ્તા પર ચાલવા નીકળવું જાેઈએ નહીં.
