Gujarat

રહેમલપુર પાટિયા નજીકથી રૂ ૨૦.૩૭ લાખની ૭૬૦૫ બોટલ સાથે ૨ રાજસ્થાની ઝડપાયા

વિરમગામ
વિરમગામ ટાઉન પો.સ્ટે. હદના વિરમગામ માલવણ રોડ, રહેમલપુર ગામના પાટીયા નજીક હાઈવે રોડ ઉપરથી ટ્રક નં. જીજે-૦૭-વાયઝેડ-૭૭૮૯ માં છુપાવેલી દારૂ તથા બીયરની કુલ ૬૦૮ પેટી તથા છુટી બોટલ નંગ-૯ મળી કુલ બોટલ/ટીન ૭૬૦૫નંગ જથ્થાની હેરાફેરી કરતા ૨ ઇસમને અમદાવાદ ગ્રામ્યની એલ.સી.બી ટીમે ઝડપી પાડ્યાં હતા. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.વાળા તથા તેમની ટીમે પોતાના બાતમીદારો કાર્યરત કરી ચોરીછૂપીથી દારૂની હેરાફેરી, વેચાણ કરતા ઇસમોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી હતી. તેના પરીણામ સ્વરૂપ પો.સ.ઇ જે એમ પટેલને મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બીની ટીમ દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન હદના વિરમગામ માલવણ રોડ, રહેમલપુર ગામના પાટીયા નજીક હાઈવે રોડ ઉપરથી ટ્રક નં. જીજે-૦૭-વાયઝેડ-૭૭૮૯ માંથી દારૂની તથા બીયરની કુલ ૬૦૮ પેટી તથા છુટી બોટલ નંગ-૯ મળી કુલ બોટલ/ટીન નંગ-૭૬૦૫ કિં.રૂ ૨૦,૩૭,૭૦૮, મોબાઇલ નંગ-૨ કિ.રૂ ૧૦,૦૦૦, રોકડ રૂ ૪૨૨૦, અશોક લેલન્ડ કંપનીની ટ્રક કિં.રૂ ૫,૦૦,૦૦૦, ક્રોકરીનો પરચુરણ સામાન બોક્સ નંગ-૮૦ કિં.રૂ૪૦,૦૦૦ મળી કુલ કિં.રૂ ૨૫,૯૧,૯૨૮ના મુદ્દામાલ સાથે ૨ ઇસમને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ ચુનીલાલ અચલારામ જગમલ રામ જાટ ઉંમર વર્ષ ૨૧ જિલ્લા બાડમેર, પ્રભુરામ ગિરધારી રામ ખરતા રામ જાટ ઉંમર વર્ષ ૨૦ જીલ્લો બાડમેર રાજસ્થાનને ઝડપી લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ કામગીરીમાં એલ.સી.બી પો.ઇન્સ. ડી.બી.વાળા, પો.સ.ઇ જે.એમ.પટેલ, પો.સ.ઈ. આર.જી.ચૌહાણ તથા તેમની ટીમ જાેડાઇ હતી.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *