Gujarat

રાખી મેળો યોજાયો, બહેનો પોતાના હાથેથી બનાવેલી રાખડીઓ વેચી કમાણી કરશે

દ્વારકા
દ્વારકામાં ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી, આર્થિક બાબતે આર્ત્મનિભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્વસહાય જૂથો બનાવી તેમને તાલીમ, ક્ષમતાવર્ધન અને માર્કેટિંગ સહકાર પૂરો પાડવા સમગ્ર દેશમાં દિન દયાળ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અમલીકરણ હેઠળ છે.જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. વર્ષમાં શ્રાવણ માસથી વિવિધ તહેવારોની શરૂઆત થાય છે. ત્યારે રક્ષાબંધન પર્વને અનુલક્ષીને રાખડીઓ, ગીફ્ટ આર્ટીકલ તથા ફરસાણ અને મીઠાઈ વિગેરેના વેચાણ માટે “રાખી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના ૭૫ વર્ષના પ્રંસગે “આઝાદી કા અમૃત મહોત્સવ” ની પણ વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ સ્વ સહાય જૂથ ના બહેનો દ્રારા ઉત્પાદિત તેમજ વેચવામાં આવતી વિવિધ વસ્તુઓના વેચાણ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ખંભાળિયામાં જાેધપુર ગેઈટ પાસે આવેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટર પાસે તા. ૧ થી ૮ ઓગસ્ટ સુધી રાખીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો સવારે થી રાત્રે સુધી ખુલ્લો રહેશે. જેની મુલાકાત લેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ ખેર દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *