Gujarat

રાજકોટના ગોંડલમાં એચ.એચ.રોડવેઝના ટ્રકમાં ગાંજાે પકડાયાના ગુનામાં ૩ આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ કરાઈ

રાજકોટ
ગોંડલમાં બીએસએનએલ ઓફિસ પાછળથી એચ.એચ. રોડવેઝની ઓફિસ પાસે જ આ રોડવેઝ કંપનીના ટ્રકમાંથી ૨૫ કિલો ગાંજા સાથે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ત્રણ આરોપીને પકડી રૂ.૨.૫૦ લાખની કિંમતનો ગાંજાે, બે મોબાઈલ ફોન અને ટ્રક મળી રૂ.૭,૬૦,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટ્રક ચાલક તેમજ ૨ની ધરપકડ કરી ગોંડલ સિટી પોલીસ મથકે ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ કરાઈ છે. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી જયપાલસિંહ રાઠોડે માદક પદાર્થને હેરાફેરી કરતા શખ્સો પર વોચ ગોઠવી આવી પ્રવૃત્તિ કરતા આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી હોય, રૂરલ એસઓજી પીઆઈ કે.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી. મિયાત્રા અને કે.એમ. ચાવડા તેમની ટિમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળતા એ.એસ.આઈ. પરવેઝ સમા, હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા, અમિતભાઈ કનેરીયા, ભગિરથસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ, વિજયભાઈ વેગડ, હિતેશભાઈ અગ્રાવત, કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, કાળુભાઈ ધાધલ, અમિતભાઇ સુરું, અરવિંદભાઈ દાફડા, નરશીભાઈ બાવળીયાએ વોચ ગોઠવી રોડવેઝ ઓફિસ પાસે પાર્ક કરેલા જીજે ૦૩ એએક્સ ૮૨૨૨ નંબરના ટ્રકમાંથી ટ્રાન્સપોર્ટના અન્ય માલ સમાન સાથે તાળપત્રી હેઠળ છુપાવેલ ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. હાલ ગોંડલ પોલીસને આરોપીઓ સોંપી કોર્ટમાંથી તેઓના રિમાન્ડ મેળવવા તજવીજ થશે. ઇમરાન અને સજાદ ઓરિસ્સાથી ગાંજાે લાવ્યાની કબૂલાત આપી છે. આ બે આરોપી બગોદરથી અસ્લમના ટ્રકમાં બેઠા હતા. અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? તે અંગે વધુ તપાસ થશે. આરોપીની કબૂલાત મુજબ તેઓ પ્રથમ વખત જ ગાંજાે લાવ્યા છે. ઇમરાન ઘાંચી અને સજાદહુસેન બ્લોચ બન્ને મિત્રો છે. જ્યારે અસ્લમ અને સજાદ બન્ને પિતરાઈ ભાઈ છે. આ ગુનામાં ઇમરાને જ મિત્ર સજાદને સાથે લીધો અને ઓરિસ્સાથી ગાંજાે લઈ આવ્યા, જેથી ઇમરાન આ ગુનાનો મુખ્ય સૂત્રધાર હોવાનું મનાઈ રહ્યું છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *