Gujarat

રાજકોટના ભક્તો દ્વારા પોલીસ પર આરોપીને છાવરવાનો આક્ષેપ લગાવ્યો

રાજકોટ
રાજકોટના મોરબી રોડ પર આવેલ કાગદડી ગામ સ્થિત શ્રી ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુનું ૧ જૂન ૨૦૨૧ના નિધન થઈ ગયું હતું. પહેલા તેમના મોતને કુદરતી જણવાયુ હતું, પરંતુ તે બાદ તેમણે આત્મહત્યા કર્યાનું સામે આવ્યું હતું અને પોલીસ ને સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેના આધારે કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપીઓ ગુજરાત હાઈકોર્ટમાંથી આગોતરા જામીન અરજી મેળવી બાદમાં પોલીસ સમક્ષ નિવેદન લખાવવા પહોંચ્યા હતા. બાપુના આત્મહત્યા બનાવ બાદ સુસાઇડ નોટના આધારે જે લોકો સંડોવાયેલા છે તેમની સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવામાં આવે.રાજકોટ મોરબી હાઈવે પર આવેલા કાગદડીના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુની આત્મહત્યા મામલે ૧૦ મહિના બાદ પણ આરોપીઓ સામે કાર્યવાહી ન કરી આરોપીને છાવરવાનો આક્ષેપ આશ્રમના ભક્તો તેમજ અન્ય સાધુ દ્વારા કરવામાં આવ્યા છે. જેને લઇ પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવી આરોપીઓને સજા કરવા માંગ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *