Gujarat

રાજકોટના વીરપુરમાં બે ફેરિયાઓ વચ્ચે પાણી વેચવાની બાબતમાં લોખંડની પાઈપ મારી ફરાર

રાજકોટ
વીરપુરમાં પીઠડિયા ટોલ પ્લાઝા પર ટોલ ભરવા માટે વાહનો ઊભાં રહે છે એ દરમિયાન મુસાફરોને પાણી, વેફર્સ વગેરેનું દસથી બાર ફેરિયાઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે, જેમાં પપ્પુભાઈ બારૈયા નામના ફેરિયાને એકાદ મહિના પૂર્વે ગૌરીબેન ભરતભાઇ કોળી નામની મહિલા સાથે પાણીની બોટલ વેચવા બાબતે માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ બંને આ માથાકૂટને ભૂલી ટોલ પ્લાઝાએ પોતાનો વ્યવસાય કરવા લાગ્યાં હતાં. ગત ૨૮ જૂનના રોજ પપ્પુભાઈ ટોલ પ્લાઝાએ ફેરી કરતા હતા ત્યારે ગૌરીબેનનો પુત્ર અર્જુન ત્યાં આવીને પોતાની પાસે રહેલી લોખંડની વજનદાર પ્લેટ માથામાં મારતાં પપ્પુભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. તેમ છતાં અર્જુને હુમલો ચાલુ જ રાખતાં પપ્પુભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને માથાના ભાગેથી લોહી વહી રહ્યું હતું. આ નિહાળી ટોલ પ્લાઝાએ અન્ય ફેરિયાઓ દોડીને આવ્યા ત્યારે અર્જુન ત્યાંથી નાસી ગયો હતો. આ બાજુ ગંભીર હાલતમાં પપ્પુભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડતાં ત્યાં પ્રાથમિક સારવાર આપી માથામાં હેમરેજ થઇ ગયું હોવાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ ટોલ પ્લાઝાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને આ ફૂટેજનો વીડિયો વાઇરલ થતાં વીરપુર પોલીસે રાજકોટ સરકારી હોસ્પિટલ જઈ પપ્પુભાઈની પત્ની મૈશ્રીબેનની ફરિયાદ પરથી અર્જુન સામે આઈપીસીની કલમ ૩૨૩, ૩૨૫ અને જી.પી. એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી અર્જુનની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વીરપુર પાસેના પીઠડિયા ટોલ પ્લાઝા પાસે પાણી વેચવા જેવી સામાન્ય બાબતે બે ફેરિયા વચ્ચે માથાકૂટ થઈ હતી. એને પગલે એક ફેરિયાએ બીજા ફેરિયા પર લોખંડની પ્લેટ વડે ઘાતકી હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઇજા પહોંચાડી હતી. આ હુમલાનો બનાવ ટોલ પ્લાઝાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *