રાજકોટ
આઝાદીના અમૃત મહોત્સવમાં દેશભરના લોકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયા છે ત્યારે દેશમાં પમ્પ ઉત્પાદન ક્ષેત્રે અગ્રગણ્ય ફાલ્કન કંપની દ્વારા રાજકોટના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા ઉત્પાદન પ્લાન્ટમાં ૫૦૦થી વધુ કર્મચારીઓને એકસાથે રાષ્ટ્રધ્વજ અર્પણ કરી હર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું હતું. તમામ કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને ગૌરવ અને ગરીમા સાથે સલામી આપી હતી. કંપનીની તમામ ફેક્ટરીમાં રોજ કર્મચારીઓ પણ ધ્વજવંદન કર્યા બાદ જ કામની શરૂઆત કરે છે. કંપનીનો બિઝનેસ રાષ્ટ્રભાવના સાથે શરૂ કરવામાં આવે છે. નવી ઓફિસ કે શો-રૂમના ઉદઘાટન પ્રસંગે જે તે વિસ્તારોના શહીદ જવાનોના પરિવારજનોનું સન્માન કરી સન્માનનિધિ અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધિમાં ૬૦થી વધુ શહિદ પરિવારોને ફાલ્કન વેલ ફેર ફાઉન્ડેશન દ્વારા સન્માનનિધિ અર્પણ કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આ રાષ્ટ્ર સેવા ચાલુ જ રાખવામાં આવશે. રાષ્ટ્રધર્મ એટલે કોઇ પણ જ્ઞાતિ અને સંપ્રદાયના યુવાન શિક્ષિત દીકરા–દીકરીઓને સાથે જાેડી તેઓને માન-સન્માન સાથે જીવનમાં આગળ વધવાની તકો ઉભી કરવી. તેમજ વધુમાં વધુ રોજગારી આપવી, શૈક્ષણિક સંસ્થામાં સહાય આપવી, સ્વાસ્થ્યમાં સહકાર આપવો, સામાજિક જવાબદારીમાં આર્થિક સહયોગ આપવો અને ભારત નિર્માણમાં સહયોગી બનવું એ જ રાષ્ટ્રધર્મ છે.આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં અઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક દેશવાસીઓ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયા છે. ત્યારે રાજકોટની ફાલ્કન કંપની દ્વારા વાવડી ઇન્ડસ્ટ્રીઅલ એરીયામાં આવેલ ફાલ્કન કંપનીના ઉત્પાદન પ્લાન્ટમાં ૫૦૦થી વધુ કર્મચારીઓને રાષ્ટ્રઘ્વજ અર્પણ કરી હર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં આ કંપનીમાં કાયમી માટે આખુ વર્ષ રોજ સવારે કામની શરૂઆત કરતા પહેલા ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું સમૂહમાં ગાન કર્યા પછી જ કામની શરૂઆત કરવામાં આવે છે.
