Gujarat

રાજકોટની બ્લડબેંકોમાં યુવાનોને રક્તદાન કરી દિવાળીની ઉજવણી કરવા અપીલ

રાજકોટ
એક તરફ દિવાળીનો તહેવાર તો બીજી તરફ રાજકોટમાં બ્લડ બેન્કની અંદર લોહીની અછતના સમાચાર સામે આવી રહ્યા છે. દિવાળીના મહાપર્વ ને લઇ હાલ સ્વૈચ્છિક રક્તદાનનું પ્રમાણ ઘટી ગયું હોવાથી રાજકોટની બ્લડ બેંકોમાં છેલ્લા પંદર દિવસથી તમામ ગ્રુપ રક્તની અછત જાેવા મળી રહી છે. આ સંજાેગોમાં, ઓપરેશન દરમિયાન જેમને રક્ત ચડાવવાની જરૂર પડે છે એવા સંખ્યાબંધ દર્દીઓ અને ખાસ કરીને થેલેસેમિક બાળકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટની ખાનગી બ્લડ બેન્ક સાથે સંકળાયેલા ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર દરમિયાન દરેક બ્લડ બેંકમાં લોહીની અછત જાેવા મળી રહી છે. તહેવાર સમયે દિવાળીના પર્વ પર શાળા કોલેજમાં વેકેશન હોવાથી, ઇન્ડસ્ટ્રીઝમાં રજા હોવાથી અને સામાજિક કાર્યક્રમો ઓછા થતા હોવાથી આ દિવસોમાં રક્તદાન કેમ્પનું આયોજન થઇ શકતું નથી જેના કારણે સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવારોમાં લોહીની અછત જાેવા મળતી હોય છે. જાે કે આ સમયે બ્લડબેંકમાં પણ લોહીની જરૂરિયાત સામાન્ય દિવસો કરતા ઓછી જાેવા મળતી હોય છે કારણ કે પ્રિ-પ્લાન કોઈ સર્જરી તહેવાર સમયે થતી નથી હોતી માત્ર ઇમરજન્સી તેમજ અકસ્માત, મહિલાઓમાં ડીલેવરીના કિસ્સા તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે જ લોહીની જરૂરિયાત ઉદભવતી હોય છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં એ અને એબી ગ્રુપનાં લોહીની અછત વધુ પ્રમાણમાં જાેવા મળી રહી છે. જાે કે તેની સામે સદ્દભાગ્યે હજુ સુધી ક્રાઈસીસ એટલી મોટી નથી થવા પામી કે પેશન્ટોને બ્લડ પૂરૂં પાડવાનો ઈન્કાર કરવો પડે. હાલ દિવાળી પર્વને લઇ રક્તદાન કેમ્પ નથી યોજાતા માટે યુવાનોને અપીલ કરવામાં આવી હતી કે આ પર્વ દરમિયમ માત્ર ૩૦ મિનિટ ફાળવી રક્તદાન કરવામાં આવે જેના થી ૩ લોકોનું જીવન બચી શકે છે. યુવાનો સાથે મળી પરિવાર કે મિત્રો સાથે જ્યાં ઈચ્છા થાય ત્યાં જઇ રક્તદાન કરે. બ્લડ ધ ગિફ્ટ ઓફ લાઈફ, બ્લડ ધ ગિફ્ટ ઓફ કોડ આપણે સમજીએ અને માનવ રક્તનો અન્ય કોઈ વિકલ્પ નથી માટે બીજાની જિંદગી બચાવવા મદદરૂપ થઇ રક્તદાન કરવું જરૂરી છે. દિવાળી પર્વ પછી જ હવે રક્તદાન કેમ્પ શક્ય બનશે તેવામાં થેલેસેમિક બાળકો સહિતનાં પેશન્ટ્‌સની તકલીફ ધ્યાને લઈને વોલેન્ટરી ડોનર્સ આગળ આવે તે ખુબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *