રાજકોટ
રાજકોટ શહેરમાં પાંચ વર્ષ અગાઉ આઈવે પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ ટ્રાફિક સમસ્યા નિરાકરણ કાયદો -વ્યવસ્થા જાળવવી, ગેરકાયદેસર દબાણો દૂર કરવા, ઉપરાંત ગેરપ્રવૃત્તીઓ અટકાવવાનો હતો. પંરતુ પોલીસતંત્ર દ્રારા જ્યારથી આ કેમેરા નાખવામાં આવેલ છે. ત્યારથી વાહનચાલકો, મોટરકાર ચાલકોને યેનકેન પ્રકારે કાયદાની કલમોનુ ખોટુ અર્થઘટન કરી દરરોજ લાખોની રકમના ઈ-મેમો ઈસ્યુ કરવામા આવે છે. જેની પાંચ વર્ષની ટોટલ રકમ અંદાજે ૧૭૦ કરોડ રૂપિયા હતી જેમા લોકોએ ૨૫ કરોડથી વધુ દંડની રકમ ચુકવી દીધી છે. આ ઈ-મેમો એક ટ્રાફિક વાયોલેશન નોટીસ હોય એટલે સમાધાન શુલ્કની રકમ માટે ભરવા ઈચ્છતા લોકો સ્વૈચ્છિક ભરી શકે અન્યથા કોર્ટમા જવાનો અધિકાર વાહનચાલકોનો હોય છે. પરંતુ પોલીસતંત્ર કોઈ ખાનગી એજન્ટોની જેમ રોડ પર ઉભા રાખી અને ઘરે રૂબરૂ જઈ બાકી રહેલ ઈમેમો ભરવા માટે દબાણ કરી કેસો દાખલ કરવાની જાેગવાઇ અન્યથા વાહન ડીટેઈન કરવાની ધમકીઓ આપી ગેરબંધારણીય રીતે દંડોની રીકવરી (વસુલાત) કર્યા છે. તેમજ છેલ્લા ઘણા સમયથી વાહનચાલકોને મેસેજ દ્રારા ઈમેમો ભરો અન્યથા કોર્ટમાં કેસ દાખલ કરવામા આવશે જેથી રાજકોટના ગરીબ અને મધ્યમવર્ગીય લોકો જે આ મોટી રકમો ભરવા અસમર્થ છે તે સૌ ભયમાં મુકાયા છે. કોઈપણ નવા નિયમો લાગુ કરતા પહેલા લોકોમાં જનજાગૃતિ થકી તેની સંપુર્ણ માહીતી મળવી જાેઈએ. પરંતુ રાજકોટનો મોટાભાગનો વર્ગ હજુ ઈમેમોના નિયમો અંગે માહિતગાર નથી. માત્ર દંડો વસૂલવાથી લોકોમા સુધારો આવતો નથી. એ માટે પહેલા જનજાગૃતી લાવવી અનિવાર્ય હોય છે. તેમજ છેલ્લા બે વર્ષથી ચારેકોર રસ્તાઓ ખોદેલા છે, ઠેર-ઠેર ઓવરબ્રીજાેનો કામ ચાલુ હોવાથી ડાયવર્ઝનોએ હાલ રાજકોટને બાનમા લીધુ છે. અને રાજકોટમાં પ્રવેશ થવાના ચારેય રસ્તાઓ પર દરરોજ મોટા ટ્રાફિકજામ સર્જાય છે. રાજકોટનો એકપણ એવો રસ્તો નથી જ્યા ખાડા-ખબચાઓ નથી, ઢોરનો ત્રાસ, ગેરકાયદેસર દબાણ, ટ્રાફિક સમસ્યા રોજીંદી બની છે. જેનો ઉકેલ લાવવાનો બદલે દરરોજ લાખોના ઈમેમો તો ઈસ્યુ થાય જ છે. જનતા ટેક્ષ ભરે છે તો સરકાર અને તંત્રની જવાબદારી તમામ પ્રકારની સવલતો આપવાની હોય છે. પરંતુ રાજકોટમા સવલત-સુવિધા તો ઠીક ઉપરથી ૧૭૦ કરોડના દંડના નામે જનતા પર બોઝ ચડાવવાનું કામ સરકારની સુચનાથી તંત્રએ કર્યું છે તે ખુબ જ દુખઃદ છે. હાલ મોંઘવારી, બેરોજગારી વચ્ચે કોઈપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરીવારનો માણસ કારખાના કે કંપનીમા કામ કરે કે પછી રીક્ષા ચલાવીને કે લારી ઉભી રાખીને પરીવારનુ ગુજરાન ચલાવવા રોજના ૫૦૦ રૂપિયા નથી કમાતો પરંતુ તેમને તંત્ર ૫૦૦ થી માંડી ૨૫૦૦ રૂપીયાના ઈમેમો ઈસ્યુ કરે છે. રાજકોટમાં એકરીતે જાેઈએ તો એક એવો પરીવાર નહી હોય કે જેમની પાસે વાહન હોય અને ઈમેમો ભરવાના પેન્ડીંગ ના હોય ! હાલ લોક અદાલતમાં ૨૫ હજાર જેટલા એન.સૌ. દાખલ તંત્રએ કર્યાં છે અને એના થકી લોકો દંડો ભરપાઈ કરે પણ છે. પંરતુ જે લોકો આર્થિક રીતે સમર્થ નથી તે ભયભીત થઈ કેમ આ દંડો ભરપાઈ કરવા તે અંગે અસમંજસમાં મુકાયા છે. ત્યારે રાજકોટની જનતાની એક જ માંગ છે કે, તમામ કરોડોના ઈમેમો રદ કરી માફ કરવામા આવે કારણ કે મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ સરકાર કરતી હોય તો સામાન્ય પ્રજાના ઈ મેમો કેમ નહીં ? સાથે જ જાે આ ઈમેમો માફ કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા આવનારા દિવસોમાં પણ અલગ અલગ પ્રકારે વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.રાજકોટમાં ૧૫૦ કરોડની રકમના ઈ-મેમોની માફી માટે ‘બોજમુક્ત રાજકોટ’ કાર્યક્રમ અંતર્ગત એનએસયુઆઈ દ્વારા સાયકલ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જાે કે આ સાયકલ રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા દેખાવો કરતા તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ તકે એનએસયુઆઈનાં આગેવાનો દ્વારા ભાજપ ઈમેમો મારફત ચૂંટણી ફંડ એકઠું કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો.


