Gujarat

રાજકોટમાં કારખાનામાં મજૂરીકામ કરતા પિતાની દીકરીને ૧૨ માં ધોરણમાં ૯૯.૯૯ ટકા લાવીને બધાને ચોકાવી દીધા…..

રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થતાની સાથે જ ઘણા એવા સફળતાના ઉદાહરણ સામે આવ્યા છે કે જે હજારો વિધાર્થીઓ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યા હોય. આવી જ એક ખબર રાજકોટ શહેરથી સામે આવી છે.

જ્યાં એક ગરીબ ઘરની દીકરીએ પોતાના રિજલ્ટથી બધાને ચોંકાવી દીધા છે. કારખાનામાં મજૂરી કરતા પિતાની દીકરીએ.૧૨ માં ધોરણમાં ૯૯.૯૯ ટકા લાવીને બધાને ચોંકાવી દીધા છે. આ દીકરીનું નામ હર્ષિતા કડી છે.

હર્ષિતાનો જન્મ ખુબજ ગરીબ પરિવારમાં થયો છે. હર્ષિતાના પિતા એક કારખાનામાં મજૂરીકામ કરે છે અને તેનાથી જ આખા પરિવારનું ગુજરાન ચાલે છે. હર્ષિતાએ જણાવ્યું કે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં પરિવારના લોકો તેને ભણવાંમાં ખુબજ સપોર્ટ કરે છે.

પરિવારના સપોર્ટથી જ દીકરીને સારા ટકા લાવવાની પ્રેરણા મળી હતી. પિતાની મહેનત જોઈને હર્ષિતાએ સારા ટકા લાવવા માટે દિવસ રાત એક કરી દીધી અને ૧૨ માં ધોરણમાં ૯૯.૯૯ ટકા લાવીને બધા જ લોકોને ચોંકાવી દીધા હતા.

માતા પિતા પણ આજે દીકરીની સફળતાથી ખુબજ ખુશ છે. માતા પિતાની છાતી પણ આજે ગર્વથી ફૂલી ગઈ છે.હર્ષિતાએ જણાવ્યું કે હવે આગળ તેનું સપનું છે કે તે સરકારી અધિકારી બનીને માતા પિતાનું નામ ઊંચું કરે.

આજે હર્ષિતા હજારો વિધાર્થીઓ માટે એક પ્રેરણા બની છે કે જો એક મજૂરી કરતા પિતાની દીકરી ૯૯.૯૯ ટકા લાવી શકે છે. તો કોઈપણ બાળક આ મુકામ હાસિલ કરી શકે છે. સગવડો હોવા છતાં અમુક બાળકો પાસ પણ નથી થઇ શકતા.

Screenshot_20220606-202128_Facebook-1.jpg Screenshot_20220606-201657_Facebook-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *