રાજકોટ
મોરબી રોડ વેલનાથપરા સામે કૈલાશપાર્ક શેરી નં. ૨ માં રહેતી આરતી કરણ સરસીયા (ઉવ.૨૩)એ પોતાના ઘરે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. આરતીને લટકતી જાેઇ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થીળ પર પહોંચી ઇએમટી રમેશભાઇ સહિત સ્થળ પર પહોંચી તપાસ કરતા આરતીનું મૃત્યું નિપજ્યુ હોવાનું જાણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ પી.બી.ત્રાજીયા તથા હેડ કોન્સવ. કે.સી.સોઢા સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે મૃતક આરતીના ભાઇ પાર્થ હરદેવપરી ગોસ્વાીમીની ફરિયાદ પરથી સંતકબીર રોડના નાલાની બાજુમાં ગોકુળનગર આવાસ યોજના કવાર્ટર પાસે રહેતો કરણ મેરામભાઇ સરસીયા સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૦૬ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોતે એચ.એન.શુકલા કોલેજમાં બીએનો પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે પોતે છ બહેન અને એક ભાઇ છે તેમાં આરતી છઠ્ઠા નંબરની હતી પાંચ બહેનાના લગ્ન અમારી જ્ઞાતીના રીતરીવાજ મુજબ થયા છે. પિતા હરદેવપરી ગોસ્વામી મંદિરમાં સેવાપુજા કરે છે. આરતીએ તેની મરજીથી કરણ મેરામભાઇ સરસીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આરતી ગત તા. ૧૧ માર્ચના રોજ અમારા ઘરેથી જીઆરડીમાં નોકરીએ જવાનું કહી સવારે નીકળી હતી. બાદ અમારા ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેને ફોન કરતા તેણે જણાવેલ કે ‘હવે મને ફોન કરતા નહીં મે કરણ સરસીયા સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે અને હુ તેની સાથે રહેવાની છું’ એ બાદ મારી બહેન આરતી અવારનવાર મળતી ત્યોરે તે કહેતી મે ‘મને મારો પતિ કરણ સારી રીતે રાખતો નથી, અને મને શારીરીક-માનસીક ત્રાસ આપી હેરાન-પરેશાન કરે છે’ તેવી વાત કરી હતી. અને પતિ કરણ મને શાંતીથી રહેવા પણ દેતો નથી અને જી.આર.ડી.માં નોકરી કરૂ તો મારી ઉપર શંકા કરી મને અવારનવાર મારકૂટ કર હેરાન-પરેશાન કરે છે’ તેવી વાત કરી હતી. ત્યારબાદ બહેન આરતીની બહેનપણી કિરણનો ફોન આવેલ તેણે કહેલ કે ‘તારી બહેન આરતી મોરબી રોડ કૈલાશપાર્ક શેરી નં. ૨માં મારા ઘરની સામે રહેતી હોય તે ઘરમાં આરતીએ ગળાફાંસો ખાઇ લીધો છે’તેમ કહેતા પોતે માતા અરૂણાબેનનો વાત કરતા બંને તુરત જ કૈલાશ પાર્કમાં ગયા ત્યાંી આરતી લટકતી જાેવા મળી હતી. આથી પતિ કરણ સરસીયા અવારનવાર શંકા-કુશંકા કરી આરતીને શારીરીક માનસીક ત્રાસ આપતા આરતીને આ પગલુ ભર્યું હોવાનું જણાવ્યું છે. આ અંગે પી.એસ.આઇ પી.બી.ત્રાજીયાઅ તપાસ હાથ ધરી છે.


