Gujarat

રાજકોટમાં ડ્રેનેજ ઈન્ટરસેપ્ટર લાઈન નાખવા નડતરરૂપ દબાણો દૂર કર્યા

રાજકોટ
રાજકોટના વોર્ડ નં.૧૫માં આજી નદીના કાંઠે જીઆઈડીસી પાછળ ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર લાઇન નાખવામાં નડતરરૂપ બાંધકામનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૫૬ કાચા-પાકા બાંધકામને તોડી પાડી ગેરકાયદેસર કરેલા દબાણને દૂર કરવામાં આવ્યું હતું. ડિમોલિશનની કાર્યવાહી વખતે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જાેકે કોઇ અઇચ્છનિય બનાવ ન બનતા મનપા અને પોલીસની ટીમે રાહત અનુભવી હતી. આ ડિમોલિશનમાં અંદાજે ૧૦ કરોડની કિંમતની ૫ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સૂચના મુજબ અને ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના ઇસ્ટ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. ૧૫માં આજી નદીના કાંઠે, જીઆઈડીસી પાછળ કુલ ૫૬ આસામીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર બાંધકામ ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર લાઈન નાખવાના કામે નડતરરૂપ થતા હતા. આથી તમામ આસામીઓને ધી જી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૯ની કલમ-૨૬૦(૧) હેઠળની નોટિસ આપવામાં આવી હતી. તેમજ વારંવાર રૂબરૂ પણ જણાવવામાં આવ્યું હતું. આમ છતાં, આસામીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરી નહોતી, આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કલમ-૨૬૦(૨) હેઠળ હુકમ કરવામાં આવ્યો હતો. આ ડિમોલિશનમાં કુલ ૫૬ બાંધકામોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડિમોલીશન દ્વારા મહાનગરપાલિકા દ્વારા અંદાજે ૧૦ કરોડની કિંમતની ૫૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનિંગ શાખાનો તમામ સ્ટાફ તેમજ જગ્યા રોકાણ શાખા, બાંધકામ શાખા, રોશની વિભાગ તેમજ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યો હતો.

56-Raw-lined-construction-demolished.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *