રાજકોટ
રાજકોટ થોરાળા પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. થોરાળા પોલીસ સ્ટેશન ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે શહેરના આજી વસાહત ખોડિયાર પરા નજીક એક શખસ ગેરકાયદેસર હથિયાર સાથે ઉભો છે તેવી શંકા ગઈ હતી. ગોંડલમાં એક શખસ મોબાઈલની ચોરી કરતો શખસ સીસીટીવીમાં કેદ થયો હતો. આથી સ્થળ પર પહોંચી પોલીસે તપાસ કરતા રવિ ગીડા નામનો શખસ દેશી બનાવટના તમંચા સાથે મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી એક દેશી બનાવટનો તમંચો તેમજ જીવતા ૨ નંગ કાર્ટીસ સહિત ૮,૨૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી હથિયારી કોની પાસેથી અને કેટલી કિંમતે ખરીદી કરી છે તેમજ હથિયાર રાખવા પાછળ કારણ શું હતું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ દિવસ પહેલા ગુજરાત એટીએસએ ૨ આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ કરતા અન્ય ૨૨ ઇસમોના નામ સામે આવ્યા હતા. જેમની પાસેથી પણ ૫૦ ગેરકાયદેસર હથિયાર કબ્જે કર્યા હતા. એટીએસએ ૨૪ કલાકમાં જ આ ઓપરેશન પર પાડ્યું હતું. પોલીસ તપાસમાં બહાર અવ્યું કે કોઈએ સોશિયલ મીડિયામાં ફોટો પડાવી અપલોડ કરવા તો કોઈએ ગુનાહિત કૃત્ય કરવા માટે હથિયારો ભેગા કર્યા હતા. બોટાદ,સુરેન્દ્રનગર અને આસપાસના શહેર-ગામડાના લોકોએ હથિયારો ભેગા કર્યા હતા. જે રેકેટનો એટીએસએ પર્દાફાશ કર્યો હતો.
