રાજકોટ
રાજકોટના શાપરમાં પત્ની નિતુબેન સાથે રહેતા સુરેશ કુકડીયા નામના યુવકે ૪ વર્ષ પહેલા ભારતીબેન નામની મહિલા સાથે મંદિરમાં બીજા લગ્ન કર્યા હતા. ભારતીબેન નાનામોવા ખાતેના ભીમનગર ચોકમાં રહે છે. સુરેશ કુકડીયા બીજી પત્ની ભારતીબેનને થોડા-થોડા દિવસોના અંતરે મળવા માટે આવતો હતો. સુરેશની પહેલી પત્ની નિતુબેનને થતા નિતુબેન ૭થી ૮ મહિલાઓ સાથે ભારતીબેનના નાનામોવા મેઈન રોડ ખાતેના ઘરે પહોંચી હતી. જ્યા ભારતીબેન અને તેમની સાથે રહેલા મધુબેન સહિતની મહિલાઓ ભારતીબેન પર તૂટી પડ્યા હતા. જેમાં ૩ જેટલી મહિલાઓએ મધુબેનને પકડી રાખી હતી. જ્યારે નિતુબેન સહિત અન્ય મહિલાઓ દ્વારા પ્રથમ ભારતીબેનને ઢોર માર મારવામાં આવ્યો હર્તા ત્યારબાદ સાથે રહેલી અન્ય અજાણી મહિલાઓએ ભારતીબેનને ઢોર માર મારી ગુપ્તાંગ, નાક, કાન, મોઢા અને આંખોમાં મરચુ ભરી દિધુ હતું. અને ભારતીબેનનો મોબાઈલ લઈ મારા પતિને હવે મળતી નહીં એવુ કહી ત્યાથી નીકળી ગયા હતા. જેને પગલે જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભારતીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ભારતીબેન અને મધુબેનનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટ શહેરમાં ‘પતિ-પત્ની ઔર વો’નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રથમ પત્નીએ અન્ય મહિલાઓ સાથે મળી બીજી પત્નીનાં આંખ-કાન-નાક અને ગુપ્તાંગમાં મરચું ભરી ઢોર માર મારતા સારવારમાં ખસેડવામાં આવી છે. નાનામવાનાં ભીમનગરમાં રહેતી બીજી પત્નીના ઘરમાં ઘૂસી પ્રથમ પત્નીએ ૮ મહિલાઓ સાથે મળી ઢોર માર મારી, આંખ,કાન નાક અને ગુપ્તાંગમાં મરચું છાંટી, મોઢે ડૂમો દઇ દીધાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ઉલ્લેખનીય છે કે ૪ દિવસ પહેલા પણ રાજકોટમાં પતિને પ્રેમિકા સાથે જાેઇ જતા પત્નીએ ૨ શખસ સાથે મળી ગુપ્ત ભાગમાં મરચું નાખ્યું હતું


