Gujarat

રાજકોટમાં પરિણીતાને કરિયાવર મુદ્દે ત્રાસ આપતા ફરિયાદ નોંધાવી

રાજકોટ
સુશિક્ષિત અને સુખી સંપન્ન પરિવાર પણ પુત્રવધૂને ત્રાસ આપવામાં બાકાત નથી. ત્યારે રાજકોટના રૈયા ચોકડી પાસે જેએમસી નગરમાં છેલ્લા બે મહિનાથી માવતરે રહેતી રિદ્ધિ નામની પરિણીતાએ ઓસ્ટ્રેલિયા રહેતા પતિ દર્શિત, સસરા દીપકભાઇ પ્રવીણચંદ્ર વીંછી, સાસુ સોનાલીબેન, દિયર ચિરાગભાઇ, મામાજી તેજશભાઇ દિનેશભાઇ રત્નેશ્વર, મામીજી પાયલબેન સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ મુજબ, દર્શિત સાથે તેના લગ્ન તા.૩-૧૦-૨૦૧૯ના રોજ થયા છે. લગ્ન બાદ ઓસ્ટ્રેલિયામાં સંયુક્ત પરિવાર સાથે પતિ પોતાને ઓસ્ટ્રેલિયા લઇ ગયા હતા. ઓસ્ટ્રેલિયા ગયા બાદ પોતે ત્યાં નોકરી કરતી હતી. દરમિયાન સાસુ-સસરા, દિયરે તું કરિયાવરમાં કંઇ લાવી નથી, તારા બાપે કરિયાવરમાં કાંઇ આપ્યું નથી. અને તારી માએ તને રસોઇ પણ શીખવાડી નથી તેવા મેણાં મારી ત્રાસ આપતા હતા. એટલું જ નહિ તું ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઇ શકે તેમ નથી, તને પાછી માવતરે મોકલી આપવી છે તેમ કહી પોતાની સાથે કોઇ બોલતું પણ નહિ. જ્યારે પતિ પોતાનો જમા થતા પગારના રૂ.૧૦.૮૨ લાખની રકમ પણ લઇ લીધી હતી. ત્યારે ગત સપ્ટેમ્બર મહિનામાં દાદીજી સાસુની શ્રાદ્ધ વિધિ હોય પોતે રાજકોટ આવ્યા હતા. તે સમયે મામાજી અને મામીજીએ તને ઘરનું કોઇ કામકાજ આવડતું નથી એટલે તું બે મહિના તારા પિયરમાં રહે. કામકાજ અને રસોઇ શીખી જા એટલે તને પાછા ઓસ્ટ્રેલિયા લઇ જશે તેવી વાત કરી હતી. અને નહિ રોકાય તો તને જાનથી મારી નાખીશુંની ધમકી આપી હતી. થોડા સમય બાદ સસરા પોતાને મૂકીને ઓસ્ટ્રેલિયા જતા રહ્યાં હતા. દરમિયાન બે મહિના જેટલો સમય વીતવા છતાં પોતાને કોઇ લેવા ન આવ્યા એટલું જ નહિ ફોન કરવા છતાં પતિ કે સાસુ-સસરા ફોન ઉપાડતા ન હોય અંતે પતિ સહિતના સામે ફરિયાદ નોંધાવી છે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *