રાજકોટ
તહેવારોના સમયે કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા પોતાનો રૌફ બતાવવા ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવતો હોય છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધ્યો હોવાના કિસ્સા સામે આવે છે, જેમાં હાલ વધુ એક રાજકોટમાં પેટ્રોલપંપ પર આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. તહેવારોના સમયે કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા પોતાનો રૌફ બતાવવા ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે, જેમાં હમણાં જ રાજકોટમાં અસામાજિક તત્ત્વોનો આતંક મચાવતો એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટમાં આવારાં તત્ત્વોએ આતંક મચાવ્યો હતો, જેમાં બે યુવકે પેટ્રોલ પંપ પર સિગારેટ સળગાવી હતી, જેમાં પેટ્રોલ પંપના હાજર કર્મીઓએ વિરોધ કરતાં તેમને છરી બતાવી દાદાગીરી શરૂ કરી હતી. છરી બતાવનાર ગાયક કલાકાર હોવાની પણ ચર્ચા થઈ રહી છે ત્યારે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કર્મચારી ગાડીમાં પેટ્રોલ રિફિલ કરી રહ્યો છે તો બીજી તરફ આવારાં તત્ત્વો સિગારેટ સળગાવી પોતાની જાત સાથે અનેક લોકોના જીવ જાેખમમાં નાખી રહ્યા હોય એવું સામે આવ્યું છે, જેમાં હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. રાજકોટમાં પેટ્રોલપંપ પર આવી દાદાગીરીની ઘટનાઓ રાજકોટમાં વારંવાર બનતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે, જેમાં આવાં લુખ્ખાં તત્ત્વો પેટ્રોલ પંપ પર સિગારેટ સળગાવી સાબિત શું કરવા માગે છે એને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. આ ઘટના બાદ આ પ્રકારના નશાખોરોને રસ્તે ફરતા કોણ અટકાવશે અને નશાખોરોને પોલીસનો ડર કેમ નથી એવા અનેક સવાલો ઊભા થાય છે ત્યારે એક નાના કર્મચારી સાથે માથાકૂટ કરી છરી બતાવી રહ્યા છે છતાં પણ પોલીસ હાથ પર હાથ ધરી બસ આવાં લુખ્ખાતત્ત્વો સામે કોઈ કડક કાર્યવાહી ન કરી તેમણે ફરી વખત આવું કરવા પ્રેરી રહ્યા છે એવું પણ લોકોએ જણાવ્યું હતું. રાજકોટમાં બનેલી આ ઘટના બાદ સમગ્ર મામલે થોરાળા પોલીસ મથકમાં આમીર સલીમ મેમણ અને અરબાઝ ડોડિયા સુમરા નામની બે વ્યક્તિ સામે પેટ્રોલપંપના સંચાલક યાસીનભાઈ અહમદભાઈ ગાંજા નામની વ્યક્તિએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે, જેમાં થોરાળા પોલીસે સમગ્ર મામલે આઈ.પી.સી. કલમ ૨૮૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, ૧૧૮ મુજબ ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં રાજકોટના પેટ્રોલ પંપ પર આવારાં તત્ત્વોના આતંકને લઈને સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આતંક મચાવનાર બંને વ્યક્તિને સકંજામાં લીધા હોવાનું સામે આવ્યું છે.


