રાજકોટ
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિક એકમ બાદ ફરી બે દિવસથી શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે લક્ષ્મીનગર, બેડીનાકા, અને ઉદ્યોગનગર સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અલગ અલગ ૪૮ ટીમ દ્વારા લક્ષ્મીનગર, મહાદેવવાડી, મવડી પ્લોટ, તોપ ખાના, સિંધી કોલોની, જંકશન પ્લોટ, લોહાનગર સહિત ૨૫ જેટલા વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૧ કેવીના ૬ ફીડર આવરી લેવામાં આવ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણના કારણે ચાલુ માસ દરમિયાન વીજ ચેકિંગ થયું નહોતું ત્યારે ૨૦ દિવસ બાદ ફરી શહેરમાં છેલ્લા બે દિવસથી વીજ ચેકિંગની સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૪૬ ટીમ દ્વારા ૧૧૫૮ કનેકશન ચેક કરી તેમાંથી ૧૩૯ ક્નેક્શનમાંથી કુલ ૨૪.૦૯ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી ર્છે પીજીવીસીએલ દ્વારા જૂન-૨૦૨૨માં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગ દરમિયાન કુલ ૮૩,૨૨૧ વીજ જાેડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી કુલ ૧૦,૧૨૭ કનેક્શનમાં ૨૮.૨૬ કરોડની ગેરરીતિ ઝડપાઇ છે. જેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં ૧૨૯૩ ક્નેક્શનમાંથી ૩૯૦.૫૭ લાખ અને રાજકોટ ગ્રામ્યમાં ૧૦૫૭ ક્નેક્શનમાંથી ૩૨૬.૨૨ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલ ની કોર્પોરેટ ટીમ દ્વારા સિટી સર્કલ ૨ ડિવિઝન હેઠળ આવતા બેડીનાકા, જંક્શન પ્લોટ, મવડી પ્લોટ, લક્ષ્મીનગર અને ઉદ્યોગનગર સબ ડિવઝન વિસ્તારમાં અલગ અલગ ૪૮ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ૧૧૫૮ કનેક્શન ચકાસી ૧૩૯ ક્નેક્શનમાંથી ૨૪.૦૯ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.

